ઘોડદોડ રોડ પર આશિયાના એપાર્ટમેન્ટના ફલેટમાં પીસીબીએ દરોડો પાડી જુગાર રમાડતી મહિલા અને અન્ય 4 મહિલાઓ સહિત 7 જુગારીઓને ઝડપી પાડયા હતા. પીસીબીએ જુગારીઓ પાસેથી 7 મોબાઇલ અને રોકડ 50120 સહિત 1.36 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં રાજકોટનો હરેશ મેઘાણી જુગાર રમવા ખાસ સુરત આવતો હતો.
ઘોડદોડરોડના ફ્લેટમાં જુગાર રમતી ઝડપાયેલી 5 પૈકી 3 મહિલાઓ અગાઉ કામરેજ અને રાંદેરમાં જુગાર કેસમાં પકડાઇ હતી. પીસીબી PI એસ.જે.ભાટીયાએ જણાવ્યું હતું કે આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતી 44 વર્ષીય દિવ્યા જગદીશ દેવજા જુગાર રમાડતી હતી.
ફલેટમાં દિવ્યાની સાથે જશવંતકુંવર રણજીત દેવડા (42) (કુબેરનગર,વરાછા,મૂળ રહે, ઝાલોર, રાજસ્થાન), ગીતા ભાવેશ ભીલ(40)(રહે,ગાયત્રી સોસા, વરાછા રોડ, મૂળ રહે, વેડાકોટ, ગીરસોમનાથ), સંગીતા રમેશ માતાની(58) (રહે,સ્તૃતિ યુનિવર્સલ એપાર્ટ, પાલ, અડાજણ, અમીષા ચમન પટેલ(31)(રહે,રેલવે કોલોની, સુરત), હરેશ ભગવાનદાસ મેઘાણી (53)(રહે, દ્વારકાધીશ સોસા,ઉપલેટા,રાજકોટ) અને પ્રકાશ ગોવિંદ સામનાણી(39)(રહે, વિર સાવરકર હાઇટ્સ,રાંદેર)ને જુગાર રમતા પીસીબીએ ઝડપી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.