પ્રોત્સાહન:સુરતમાં કોરોનાકાળ દરમિયાન ચાલેલી ભોજન સેવાને બેસ્ટ કોમ્યુનિટી પ્રોજેક્ટ સહિત રોટરેક્ટ કલબ ઓફ ઈસ્ટને 7 એવોર્ડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્લબની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું ટ્રીટ રિસોર્ટ સેલવાસ ખાતે આયોજન કરવામાં આવેલું - Divya Bhaskar
ક્લબની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું ટ્રીટ રિસોર્ટ સેલવાસ ખાતે આયોજન કરવામાં આવેલું
  • સેલવાસમાં યોજાયેલા કાર્યક્રમમાં સન્માન કરાયું

સામાજિક સેવા સાથે જોડાયેલા કાર્યકરો અને સંસ્થાઓને બિરદાવવામાં આવ્યાં હતાં. સેલવાસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતની સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટને 7 એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં. જેમાં કોરોના કાળની કામગીરી સહિતના વિવિધ પ્રોજેક્ટ પણ બિરદાવવામાં આવ્યાં આવ્યાં હતાં.

વિવિધ કેટેગરીમાં અપાયેલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.
વિવિધ કેટેગરીમાં અપાયેલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટને 7 એવોર્ડ
રોટરેક્ટ ડિસ્ટ્રિકટ 3060, જેમાં 68 જેટલી ક્લબ આવેલી છે. આ ક્લબની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું ટ્રીટ રિસોર્ટ સેલવાસ ખાતે આયોજન કરવામાં આવેલું. જેમાં રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટને સૌથી વધુ એવોર્ડ મળ્યાં છે. વિવિધ કેટેગરીમાં અપાયેલા એવોર્ડમાં નવા મેમ્બર માટે એવોર્ડ, તેમજ નીતિન ધામેલિયા ને બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રેસિડેન્ટ નો એવોર્ડ , ભાવેશ ઘેલાણીને આઉટસ્ટેન્ડિંગ ડિસ્ટ્રિકટ ઓફિસરનું સન્માન અપાયું હતું.

કોરોના કાળની કામગીરી સહિતના વિવિધ પ્રોજેક્ટ પણ બિરદાવવામાં આવ્યાં આવ્યાં હતાં
કોરોના કાળની કામગીરી સહિતના વિવિધ પ્રોજેક્ટ પણ બિરદાવવામાં આવ્યાં આવ્યાં હતાં

કામગીરીને બિરદાવાઈ
રોટરેક્ટ કલબ સુરત ઈસ્ટ દ્વારા કોરોના કાળમાં અવિરત પણે ચાલતા ભોજનના પ્રોજેક્ટ સેવાને બેસ્ટ કૉમ્યુનિટી પ્રોજેક્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે સાથે ડી.આર.આર સાઈટેશન તેમજ પ્રતિક વસોયા, અને કેયુર કુકડિયાને રેકેગનાઇઝેશનના એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં.