• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 69 Classes Of 23 Suman Madhyamik Schools Of The Municipality Have Become Smart With Digital Boards, 12 Thousand Students Can Be Taught On The Board Also Through Internet.

મન્ડે પોઝિટિવ:પાલિકાની 23 સુમન માધ્યમિક સ્કૂલના 69 વર્ગો ડિજિટલ બોર્ડ સાથે સ્માર્ટ બન્યા, 12 હજાર વિદ્યાર્થીઓને બોર્ડ પર ઈન્ટરનેટથી પણ ભણાવી શકાશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે, બાકીના વર્ગખંડોમાં પણ તબક્કાવાર ડિજિટલ બોર્ડ લગાવવા કવાયત શરૂ

પાલિકાની 23 સુમન માધ્યમિક સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ લાગી ગયા છે. જેનો સુમન સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ 9થી 12નાં અંદાજે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. હાલમાં 23 સુમન સ્કૂલમાં 69 વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ ઇન્સ્ટોલ થઈ ગયા છે. ભવિષ્ય માં તબક્કાવાર બાકી અન્ય વર્ગખંડો માં પણ સ્માર્ટ બોર્ડ લાગી જશે. તમામ સ્માર્ટ બોર્ડ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી લેવામાં આવ્યા છે.

સુમન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ પૂરું પાડવા માટે મહાનગર પાલિકાએ તમામ વર્ગખંડોને ડિજિટલ વર્ગમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો. એક સ્માર્ટ બોર્ડની કિંમત 1.50 લાખ થી 2 લાખ ની છે. આ માટે પાલિકા પર આર્થિક ભારણ આવ્યું નથી. તમામ ખર્ચ કોર્પોરેટરોની ગ્રાન્ટ માંથી કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સ્માર્ટ બોર્ડ નું ઉદઘાટન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ માઘ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી પાલિકા છે. પહેલાં સુમનમાં ધોરણ 9થી 10નાં વર્ગો ચાલતા હતા પરંતુ વિદ્યાથીઓ અને વાલીઓની ડિમાન્ડ જોતા ગત વર્ષથી ધોરણ 11 અને આ વર્ષથી 12નાં વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે.

સ્માર્ટ બોર્ડમાં ઈનબિલ્ટ કમ્પ્યૂટર, પરંપરાગત ચોકની જગ્યા માર્કર પેને લીધી
પાલિકા સંચાલિત 23 જેટલી માધ્યમિક સુમન સ્કૂલોના વર્ગખંડોમાં વિશાળ સ્ક્રીનનું સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યું છે, જેમાં ઇનબિલ્ટ કમ્પ્યુટર છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સમજાવવા માટે પરંપરાગત ચોક-બ્લેક બોર્ડને દૂર કરીને આ બોર્ડને ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગમાં લેવાશે. શિક્ષકો માર્કર પેનથી સ્માર્ટ બોર્ડની સ્ક્રીન પર લખી વિદ્યાર્થીઓને સમજાવી શકશે. ઇનબિલ્ટ કમ્પ્યુટર હોવાથી શિક્ષકો વેબસાઇટ ખોલીને સમજણ આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...