કાર્યવાહી:680 બિસ્માર મિલકતોના ભયજનક ભાગ ઉતારી લેવા પાલિકાની નોટિસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાલિકાના સરવેમાં 307 મિલકતમાં રિપેરિંગની જરૂરી, 374 જર્જરિત

સુરત મહાપાલિકાએ બિસ્માર મિલકતોને ઉતારી પાડવા નોટીસ જારી કરી છે. શહેરમાં તમામ ઝોનમાં 680 મિલકતો જોખમી અને રિપેરિંગ જરૂરી હોય તેવી છે.! પાલિકાના શહેર વિકાસ ખાતાએ અગાઉ કરેલા સરવેમાં રિપેરિંગ જરૂરી છે તેવી 304 મિલકતો અને જોખમી બનેલી કુલ 373 મિલકતો હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ મિલકતોને નોટીસ ફટકારાઈ છે.

જેમાં, સૌથી વધુ ઉધના ઝોનમાં 170 મિલકતો અને સેન્ટ્રલ ઝોનમાં 85 છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા બાદ કમિશનરના આદેશ બાદ બિસ્માર મિલકતો અંગે સરવે થયો હતો. નોટીસ બાદ પણ હજી સુધી મિલકતોના રિપેરિંગ કે જોખમી ભાગ ઉતારવા અંગે દરકાર લેવાઈ ન હોવાથી નોટિસ ફટકારાઈ છે.

ઉધનામાં સૌથી વધુ 170, સેન્ટ્રલમાં 85 જોખમી મિલકત

ઝોનરિપેરિંગબાકી
સેન્ટ્રલ ઝોન20485
વરાછા-એ320
વરાછા-બી10
લિંબાયત3820
ઉધના7170
અઠવા1413
રાંદેર1142
કતારગામ043
કુલ307373

પાલન ન થાય તો બેદરકારીની પોલીસ ફરિયાદ દાખલ કરાશે

મહાપાલિકાએ નોટીસ જારી કરી બિસ્માર, ક્ષતિગ્રસ્ત મિલકતોના જોખમી ભાગને દૂર કરવા, જોખમી મિલકતો ઉતારવા સૂચના આપી છે. પાલન નહીં કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મિલકત સીલ કરવા બેદરકારી ની પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...