તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધોરણ 10ની માર્કશીટ માટે 68 સ્કૂલે માર્ક્સ હજુ મોકલ્યા નથી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમય મર્યાદા વધારવા વાલી મંડળની માંગ

શિક્ષણ બોર્ડે ધો.10ની મુખ્ય જાહેર પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપ્યા બાદ શાળાઓને માર્કશીટ તૈયાર કરવા માટે 17 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના પાછલા ધોરણની એકમ કસોટી અને સામાયિક કસોટીના ગુણ મોકલી આપવા આદેશ કર્યો હતો. પણ 68 સ્કૂલે 1,896 વિદ્યાર્થીઓના ગુણ હજી પણ શિક્ષણ બોર્ડને મોકલ્યા નથી. જેથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખીલવાડ થયું હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે ફરિયાદ કરી કે, શિક્ષણ વિભાગે ધો-10ના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવા માટેની ગાઇડ લાઇન જાહેર કરી છે.

તે સાથે શાળાઓને ગુણ ઓનલાઇન મોકલવાની તારીખ 17 જૂન અપાય હતી. પરંતુ શહેરની 68 શાળાએ હજી પણ 1896 વિદ્યાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મોકલ્યા નથી. જેમાં 21 શાળા એવી છે કે જેણે એક પણ વિદ્યાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મોકલ્યા નથી. જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમે સ્કૂલમાં ચેકિંગ નહીં પણ ચા-પાણી પી પરત ફરી છે. અમારી શિક્ષણ બોર્ડને એવી માંગ છે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને ઓનલાઇન ગુણ મોકલવાની મુદતમાં વધારો કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...