ભાસ્કર વિશેષ:GEBના બિલ ભરવા હજુ 68% લોકો લાઈનમાં ઉભા રહે છે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2020માં 50 લાખ, 2021માં 68 લાખ લોકોએ ઇન્ટરનેટથી બિલ ચુકવ્યા

DGVCLના વિજળી બિલની ઓનલાઈન ચૂકવણી કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષમાં જનરેટ થતાં કુલ 2.15 કરોડ બિલની સંખ્યા પૈકી 32 ટકા લોકોએ ઓનલાઈન ચુકવણું કર્યું છે એટલે કે 68 ટકા લોકો હજુ લાઇનમાં ઉભા રહે છે. વર્ષ 2019-20માં 30 લાખ લોકોએ ઓનલાઈન વિજળી બીલ ચૂકવ્યું હતું. ત્યાર બાદ દર વર્ષે ઓનલાઈન બિલ ભરનારની સંખ્યામાં વધારો થતો ગયો.

વર્ષ 2019-20માં 42 લાખ લોકો, વર્ષ 2020-21માં 50 લાખ લોકો અને વર્ષ 2021-22માં 68 લાખ લોકોએ વિજળી બિલની ઓનલાઈન ચૂકવણી કરી હતી. જ્યારે વર્ષ 2022-23ના ઓગસ્ટ સુધીમાં 31 લાખ લોકોએ વિજળી બિલની ઓનલાઈન ચૂકવણી કરી હતી.નોંધનીય છે કે, ડિજીવીસીએલના વર્ષે 2.15 કરોડ બિલ જનરેટ થાય છે.

કંપનીઓના તોતિંગ વિજળી બિલો RTGS અને NEFTથી થાય છે
શહેરીજનો દ્વારા ડિજીવીસીએલની એપ્લિકેશન, અન્ય જાણીતી એપ્સ સહિતની અલગ અલગ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિજળી બિલો ચૂકવવામાં આવી રહ્યા છે. રેસિડેન્ટના વિજળી બિલો આ પ્રકારની એપ્લિકેશન દ્વારા ચૂકવવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ અથવા કોઈ કંપનીના વિજળી બિલો જે લાખો રૂપિયામાં હોય તેને બેન્ક મારફત આરટીજીએસ અને એનઇએફટીથી ચૂકવાય છે.

લેખાજોખા : આ રીતે ઓનલાઈન બિલ ભરનારાની સંખ્યા વધી

વર્ષબિલરકમ કરોડમાં
2018-1930055162757.51
2019-2042628074722.51
2020-2150322956253.39
2021-2268794289491.31
-2230980885463.83

છેલ્લાં 2 વર્ષથી એપ્સથી ભરાઈ રહ્યા છે સૌથી વધારે વિજળીના બીલો
​​​​​​​ઓનલાઈન બીલ ભરનારમાંથી પણ સૌથી વધારે એપથી વધારે વિજળી બિલ ચૂકવી રહ્યા છે. વર્ષ 2018-19માં 164607 લોકોએ ઓનલાઈન 27.92 કરોડ વિજળી બીલ ભર્યુ હતું. વર્ષ 2019-20માં 1076963 લોકોએ 298 કરોડના બિલ માત્ર એક એપ દ્વારા ભર્યા હતાં. વર્ષ 2020-21માં 19 લાખ લોકો અને વર્ષ 2021-22માં 34 લાખ લોકોએ એક એપ દ્વારા પોતાનું વિજળી બીલ ભર્યું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...