ઠગાઈ:34 હજારના રોકાણ સામે 1 લાખની લાલચમાં ડિંડોલીના 67 લોકોએ 22.84 લાખ ગુમાવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજી 1700થી 2000 લોકોના કરોડોના નાણા સ્કીમમાં ફસાયા હોવાની આશંકા

34 હજારનું રોકાણ કરી મહિને 1 લાખની રકમની લાલચમાં ડિંડોલી અને નવાગામના 67 લોકોએ રૂ.22.84 લાખ ગુમાવ્યા છે. હજુ 1700થી 2000 લોકોના કરોડોના નાણા ફસાયાની વાત સામે આવી છે.

આરોપી ઘનશ્યામ ઠાકુર(રહે,ગોડાદરા), ભાગીદાર બચ્છા અને ત્રિવેદી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ડિંડોલીમાં રહેતા અને બેનરનો ધંધો કરતો કિશોર ગુલાબ ગુરવ ચીટરોની પરવટ પાટિયાની ઓફિસે બેનરનું માપ લેવા ગયો હતો. ત્યારે આરોપીઓએ આ સ્કીમ સમજાવતા કિશોરે 34100નું રોકાણ કર્યું હતું. બાદમાં એડમીન ચાર્જ અને જીએસટી કાપી 90 હજાર આપવાનું કહ્યું હતું. બાદમાં નાણાં ન આપી આરોપીઓ ફરાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...