સુરત ઓલપાડ તાલુકાના વેલુક ગામે પાંચ વર્ષ પહેલા વીજ પૂરવઠો પૂરો પાડવા તેમજ ઓલપાડ સબ સ્ટેશન ઉપર વીજ લોડનું ભારણ ઘટાડવા માટે ઉભા કરવામાં આવેલા 66 કે.વી સબ સ્ટેશનનું શરૂ કર્યું હતું. કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં કરોડો રૂપિયાનું આંધણ કરીને સરકારમાં ઉર્જા વિભાગ અને અન્ય વિભાગોના તાલમેલના અભાવને કારણે આ સબ સ્ટેશન ચાલુ કરવાનો કે પછી ઉદ્ઘાટન કરવાનો સરકારના ઊર્જા વિભાગને સમય મળ્યો નથી. જેથી આ વિસ્તારના વીજ પૂરવઠો મેળવવા માગતા સેંકડો ગ્રાહકો વીજ કનેક્શનથી વંચિત રહી ગયા છે. આ અંગે સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રી અને ઉર્જા વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી સબ સ્ટેશન ચાલુ કરવા માટે અપીલ કરી છે.
12 કરોડના ખર્ચે કામગીરી સોંપાયેલી
આ અંગે સાયણ સુગરના ડિરેકટર અને ખેડૂત સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને લેખિતમાં રજૂઆત કરી સબ સ્ટેશન તાકીદે શરૂ કરવા માટે વિનંતી કરી છે.સને 2012 માં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંડી, છીડી, પીંજરત આડમોર અને લવાછા તેમજ વેલુક ગામના ખેડૂતો ને ઓલપાડ સબ સ્ટેશનમાંથી વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવતો હોય તેમજ ફીડરોની લંબાઈ વધુ હોય ઓવરલોડ ઓછો કરવા માટે વેલુક ગામે નવુ સબ સ્ટેશન ઉભુ કરવા માટે નવસારીની ગેલકો કંપનીને રૂપિયા 12 કરોડના સૂચિત ખર્ચથી કામગીરી સોંપવામાં આવી હતી.
ખેડૂતોને હાલાકી
ગેલકો કંપનીએ સને 2015માં એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરી દીધી હતી. પરંતુ પાંચ વર્ષથી આ સબસ્ટેશન તૈયાર હોવા છતાં સરકારી વિભાગોમાં તાલમેલ ના અભાવે આ સબસ્ટેશન અને ચાલુ કરવામાં આવ્યું નથી. સ્થાનિક વિસ્તારના લોકો ભૂતકાળમાં લોક દરબાર તેમજ સુરત કલેકટરને આ સબસ્ટેશન કેમ ચાલુ કરવામાં નથી આવ્યું, એ અંગેનો પ્રશ્ન પણ પૂછ્યો હતો છતાં પણ ઉકેલ આવી શક્યો નથી અને માત્ર ગણ્યાગાંઠયા લોકો ના કારણે સ્થાનિક વિસ્તારની પ્રજાને પરેશાની ભોગવવી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.