તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડ સેફ્ટી કાઉન્સિલમાં નિર્ણય:મગદલ્લા, ખજોદ, આભવા અને ઉધનાના 7 રોડ પર 66 અકસ્માત, 43 લોકોનાં મોત થતા ભયજનક જાહેર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓએનજીસી બ્રિજ પર ઠેર-ઠેર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લગાવવા પડ્યા છે. - Divya Bhaskar
ઓએનજીસી બ્રિજ પર ઠેર-ઠેર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લગાવવા પડ્યા છે.
  • રોડની ખામીઓ સુધારવા નેશનલ હાઇવે ઓથોરિટીને યાદી મોકલાવી
  • 3 વર્ષના અકસ્માતના આધારે બ્લેક સ્પોટ શોધી કઢાયા, વધુ સ્પીડથી વાહન ચલાવતા 406નાં લાઇસન્સ રદ

રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં શહેરમાં 7 અને જિલ્લામાં 16 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ બ્લેક સ્પોટ પર વર્ષ 2017-18-19માં 66 અકસ્માતો થયા અને જેમાં 43 લોકોના મોત થયા છે. સૌથી વધુ અકસ્માત મગદલ્લા ઓએનજીસી બ્રિજ, ખજોદ, આભવા અને ઉધના વિસ્તારમાં થયા છે.

એક જ સ્થળ ઉપર 100થી 200 મીટરના દાયરામાં વારંવાર અકસ્માતો થતા હોય તેમજ છેલ્લા 3 કે 5 વર્ષમાં 3થી વધુ ફેટલ થયા હોય અને 10થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય આવા સ્પોટને બ્લેક સ્પૉટ કહેવામાં આવે છે. બેઠકમાં ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં 5 કે તેથી વધુ અકસ્માત જે સ્થળે થયા હોય એ સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરી ત્યાં કેવી રીતે અકસ્માત અટકાવી શકાય એ બાબતે આયોજન કરવામાં આવે છે.

એરપોર્ટ-ડુમસ રોડ પર વધુ સ્પીડથી વાહન હંકારનારાને પકડવા પોલીસ ઝુંબેશ શરૂ કરશે
મગદલ્લા બંદર અને હજીરા ખાતેથી કોલસા ભરેલી ટ્રકો ઉપર ટર્પોલીન(તાડપત્રી) નહી ઢાંકનારા ટ્રક ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. તાડપત્રી ન હોવાને કારણે કોલસો રસ્તા પર પડે છે એટલું જ નહિં બાઇક પર જતા ચાલકોની આંખને પણ નુકશાન થાય છે. ઉપરાંત ઓએનજીસી બ્રિજ, ડુમસ રોડ પર હાઇસ્પીડ પર ગાડી ચલાવનારા વાહનચાલકો પર દંડનીય કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.

શહેરના આ 7 જગ્યા બ્લેક સ્પોટ જાહેર કરાઈ
આ રસ્તાઓ પર વારંવાર અકસ્માતો થતા બ્લેક સ્પોટ નિયત કરવામાં આવ્યા છે.

1. પાંડેસરા બાટલીબોય સર્કલ
2 સિદ્ધાર્થ નગર ટી પોઇન્ટ ચોકડી
3. જહાંગીરપુરા ડભોલી બ્રિજ
4. મગદલ્લા ONGS બ્રિજ
5. આભવા ચોકડી
6. ગભેણી ચોકડી અને
7. બુડિયા ચોકડી

5 મહિનામાં 406 લોકોનાં લાયસન્સ સસ્પેન્ડ થયા
જાન્યુઆરીમાં 102,માર્ચ મહિનામાં 106,એપ્રિલ મહિનામાં 60 અને મે મહિનામાં 34 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખી સમયાંતરે ભયનજક વાહન ચલાવનારા સામે પગલા લેવાય છે.

જીલાની બ્રિજ પર બાઈક સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહી થશે
​​​​​​​કમિશનરે જીલાની બ્રિજ, ડુમસ રોડ પર હાઈસ્પીડથી ગાડી ચલાવનારા વાહનચાલકો પર દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હજીરા વિસ્તારની કંપનીઓના ટ્રક ચાલકો પર સર્વિસ રોડ ખાતે પાર્કિંગ કરવા બાબતે કડકાઈથી કામગીરી કરવા જણાવ્યું હતું. ખાસ કરીને બ્રિજ ઉપર સ્પીડમાં બાઇક ચલાવી સ્ટન્ટ કરનારાઓથી અન્ય લોકોને પણ જોખમ વધુ હોય આવા ચાલકો સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...