ભાસ્કર ફોલોઅપ:5 રૂ.ના નમકીન પેકેટમાં 6.50 કરોડના હીરા મૂક્યા હતા, આરોપીને 14 દિવસની કસ્ટડી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શારજાહ જતા યાત્રી પાસેથી મળેલા કરોડોના હીરામાં કાર્યવાહી
  • અધિકારીએ પેકેટ અંગે પૂછ્યું તો આરોપીએ કહ્યું ‘ભૂખ લાગે તો ખાવા માટે છે’

બુધવારની રાત્રિએ કસ્ટમ વિભાગ સુરત એરપોર્ટ પરથી શારજાહ ફલાઇટમાં બેસવા જઇ રહેલાં મુસાફરને પકડી તેની પાસેથી રૂપિયા 6.50 કરોડના હીરા કબજે કર્યા હતા આજે આરોપી જાવેદખાન પઠાણને કોર્ટમાં રજૂ કરતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતો હુકમ કરાયો હતો.

આરોપી પાંચ રૂપિયાના નમકીનના પેકેટમાં ડાયમંડ સંતાડીને લઇ જઇ રહ્યો હતો. અધિકારીએ 2 બેગ ચેક કરતા એકમાંથી નમકીનના પેકેટ મળી આવ્યા હતા. જ્યારે આરોપીને પુછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે પેકટ ભૂખ લાગે તો ખાવા માટે રાખ્યુ છે. દરમિયાન કસ્ટમ વિભાગ હવે ચકાસી રહ્યુ છે કે આ ડાયમંડ આરોપીને કોણે આપ્યા હતા, અને આ ડિલિવરી કોને કરવાની હતી.

નમકીન પેકેટમાં કાળા રંગની ચેઈનવાળા પેકેટમાંથી હીરા મળ્યા
બેગ ચેક કરવામાં આવતા તેમાં નમકીનના પેકેટ નિકળ્યા હતા તે ખોલવામાં આવતા તેને કાળા કલરની પટ્ટી સાથે ચીપકાવવામાં આવ્યા હતા. આ ખોલતા તેમાં કાળા કલરની ચેઇનવાળુ એક નાનુ પેકેટ હતુ તેમા ડાયમંડ મળી આવ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર ઓપરેશન કસ્ટમના એડિશનલ કમિશનર મનીષ કુમારની નિગરાની હેઠળ પાર પાડવામાં આવ્યુ હતુ. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા.

ચેકિંગ દરમિયાન ભાંડો ફુટયો
શારજાહ ફલાઇટ આવતા તેમાં 14 લાખ રૂપિયાનું સોનુ લઇને આવનારા એક શખ્સની કસ્ટમ વિભાગે અટકાયત કરી હતી. બાદમાં તેને જવા દેવામાં આવ્યો હતો. સોનુ કસ્ટમ વિભાગે કબજે લીધુ હતુ. આ દરમિયાન જ શારજાહ ફલાઇટમાં જનારા મુસાફરોનું ચેકિંગ કરાઈ રહ્યુ હતુ ત્યારે આરોપી જાવેદખાન પઠાણને અટકાવ્યો હતો અને તેના બેગ ચેક કરાયા હતા. જેમાં પહેલાં પાંચ હજાર યુએસ ડોલર મળતા આ રૂપિયા ક્યાંથી આવ્યા એમ પુછાતા આરોપીએ સરખો જવાબ આપ્યો નહતો. આરોપી પાસેની બ્લ્યુ અને કાળા કલરની બેગ બાદમાં ચેક કરવામાં આવી હતી. જેમાં ડાયમંડ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...