શહેરના એક સાથે મહત્વના અને લોકોપયોગી ટી.પી. સ્કીમના રસ્તાઓના અમલીકરણ અભિયાન ત્રીજા દિવસે યથાવત છે. શનિવારે 65 હજાર ચો.મી. ક્ષેત્રફળની જગ્યા ખુલ્લી કરાતાં છ રસ્તાઓના કબજા પાલિકાએ લઇ લીધાં છે.
પાટીદાર હોસ્ટેલથી ગઢપુરના રસ્તાનો કબજો લેવાતા 1 લાખ લોકોને ફાયદો
-કતારગામ ઝોનમાં વેદાન્ત ઈકોપાર્ક થી રેલ્વે ટ્રેક તરફ જતો (પ્રિલીમનરી ટી.પી.સ્કીમ નં. 46 (ગોથાણ- ભરથાણા કોસાડ- કોસાડ-વરિયાવ)
-સરથાણા ઝોન-બીમાં સુરત-કામરેજ રોડ પર સમસ્ત પાટીદાર હોસ્ટેલથી ગઢપુર તરફ જતો રસ્તો ખુલ્લો કરતા અંદાજીત 1 લાખ લોકોને લાભ થશે.
-લિંબાયતમાં કુબેરજી વર્લ્ડની પાછળનો રસ્તો ખુલ્લો થયો છે તેમજ ટી.પી.રસ્તાની લીંક થવાથી સુરત-કડોદરા રોડ સુધી વાહનવ્યવહાર સુગમ બનશે.
-અઠવા વિસ્તારમાં સુરત-ડુમસ રોડ થી ડુમસ ગામને જોડતો (ડ્રાફટ ટી.પી.સ્કીમ નં. 78 (ડુમસ-ભીમપોર-ગવિયર)), ફા.પ્લોટ નં. 88થી 120/સી સુધીના કુલ 14400 ચો.મી. ટી.પી.રોડને ખુલ્લો કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.
-સાઉથ ઝોન-બીમાં તલંગપોર તળાવના ફરતેના રસ્તાને કનેકટ થતો રસ્તો ખુલ્લો થવાથી સચીન જી.આઈ.ડી.સી. વિસ્તાર તથા પાલી તલંગપુર મુખ્ય રસ્તા સાથે કનેકટીવીટી પુરી પાડશે.
-રાંદેર ઝોન વિસ્તારમાં ગ્રીન એરીસ્ટો કોમર્શી બિલ્ડીંગ બી.આર.પાર્કવાળા રોડ ને ખુલ્લો કરાયો છે. રસ્તો ગ્રીન એરીસ્ટો કોમર્શી બિલ્ડીંગથી બી.આર.પાર્કવાળા 24 મી.ના રસ્તાને સ્વરાજ સંગીની રેસીવાળા 18 મી. રસ્તાને જોડતો મહત્વનો લીંકરોડ છે.
-વરાછા ઝોન વિસ્તારમાં જમીનનો કબજો મેળવતા બોમ્બે માર્કેટથી અર્ચના સ્કૂલથી આઈમાતા ચોક તરફ જતા બ્રીજને લાગુ સર્વિસ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.