તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કાપોદ્રાની 6 માસની માસુમ બાળકી સહિત 65 દર્દીઓએ કોરોનાને માત આપી, બે દર્દીના મોત, નવા 14 પોઝિટિવ કેસ સામે આવ્યા

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક એસઆરપી જવાન, શાકભાજી વિક્રેતા, RTO એજન્ટ અને ટેલર પણ કોરોનાગ્રસ્ત બન્યા

ગુરુવારે વધુ 14 કેસ પોઝિટિવ નોંધાયા હતા, જેમાં એક SRP જવાન અને શાકભાજી વિક્રેતા શામેલ છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસો 1021 થયા છે. ગુરુવારે વધુ બે પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા હતા. ગુરુવારે શહેરમાંથી 6 મહિનાની બાળકી સહિત 57 અને જિલ્લામાંથી 8 સહિત કુલ 65 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 631 દર્દીઓ સાજા થયા છે.
સુરતમાં કુલ પોઝિટિવ સંખ્યા 1024 થઇ, કુલ મૃતકની સંખ્યા 45 પર પહોંચી
શહેર જિલ્લામાં ગુરુવારે 6 મહિનાની બાળકી સહિત 65 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને કાપોદ્રા એસએમસી આવાસ ખાતે રહેતા રાઠોડ પરિવારની 6 મહિનાની પુત્રી આરોહી સુનિલભાઈ રાઠોડનો પણ સમાવેશ થયો હતો. ગુરુવારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી શહેરના 57 દર્દીઓ તેમજ જિલ્લાના 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા હતા. જેથી તમામને રજા આપી દેવામાં આવી હતી.
મૃતકો કિડની-બ્લડ પ્રેશરથી પિડાતા હતાં
કાલીપુલ આંબાવાડી ખાતે રહેતા સાબિયા હૈદર વાના(78) બ્લડ પ્રેશરથી પીડાતા હતા. 7મેના રોજ તેમને સિવિલમાં દાખલ કરાયા હતા.તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું.માનદરવાજા રહેતા સોમાભાઈ શિવરામ ગવહાને(75)ને કિડનીની બીમારી હતી. 3 મેના રોજ તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન ગુરુવારે મોત નિપજ્યું હતું.

 • વરાછાના શાક વિક્રેતા કોરોનાગ્રસ્ત વરાછા વસંત ભીખાની વાડી ખાતે રહેતા અને શાકભજી વિક્રેતા વિનોદ જમના મહંત (33)ને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
 • RTO એજન્ટ અને ટેલરને પણ ચેપ | ગુરુવારે આરટીઓ એજન્ટનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.બેગમપુરાના અમિત પાદરાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશનમાં શિફ્ટ કરાયા હતાં. ઉધનાના વિશાલ બિસ્વાહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
 • વધુ એક SRP જવાન ઝપેટમાં | શહેરના અલગ અલગ સ્પોટ પર ફરજ બજાવતા એસઆરપી જવાનો પૈકી ભરત સહરભાઈ દેસાઈનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો