ચૂંટણી:5 દિવસમાં 623 ફોર્મ ઉપડી ગયા, હજુ સુધી પણ કોઇએ ઉમેદવારી નોંધાવી નથી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વધુ 230 ઉમેદવારી ફોર્મ લઇજવાયા

સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે બુધવારે પાંચમાં દિવસે પણ ઉમેદવારી ફોર્મ વિતરણ ચાલુ રહ્યું હતું. બુધવારે પણ વધુ 230 ફોર્મ લોકો લઇ ગયા હતા. આ સાથે કુલ 623 ફોર્મનું વિતરણ થયું છે. જોકે આની વચમાં હજુ સુધી એક પણ ઉમેદવારએ પોતાની ઉમેદવારી નોંધાવી નથી.બુધવારે 155-ઓલપાડ વિધાનસભામાંથી 16 ફોર્મ, 156-માંગરોળ વિધાનસભા બેઠકમાંથી 6 ફોર્મ, 157 માંડવીમાંથી 7 ફોર્મ, 158 -કામરેજમાંથી 03 ફોર્મ, 159 સુરત પૂર્વ વિધાનસભામાંથી 27, જયારે 160-સુરત ઉત્તર વિધાનસભામાંથી 14 ફોર્મ, 161-વરાછા રોડ વિધાનસભામાંથી 14, જયારે 162 કરંજમાંથી 19 ફોર્મ, 163 લિંબાયતમાંથી 27 ફોર્મ, 164 ઉધના વિધાનસભામાંથી 18 ફોર્મ, 165-મજુરા વિધાનસભામાંથી 22 ફોર્મ, 166 કતારગામમાંથી 12 જયારે 169 સુરત પશ્રિમમાંથી 8 ફોર્મ, 168 ચોર્યાસી વિધાનસભામાંથી 30 ફોર્મ, 169 બારડોલી વિધાનસભામાંથી 05 ફોર્મ અને 170 મહુવા વિધાનસભામાંથી 02 ફોર્મ મળી આજરોજ કુલ 230 ફોર્મનું વિતરણ કરાયું હતું. આમ છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી ફોર્મ વિતરણની પ્રક્રિયામાં હજુ સુધી કોઇએ પણ ઉમેદવારી નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...