નિર્ણય:સુરત અને કામરેજ રોડ પર સાઇકલ ટ્રેક માટે હવે 62 લાખનું આંધણ નહીં થાય

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના એક સમાચારે સુરતીઓના 62 લાખ બચાવ્યા
  • ​​​​​​​CC રોડના આયોજન વચ્ચે ડામર રોડ પર ટ્રેક માટે પેઇન્ટ કરવાના હતા

સુરત-કામરેજ રોડ, સવજી કોરાટ બ્રીજથી સીમાડા નહેર જંકશન અને સીમાડા નહેર જંકશન સુધીના હયાત રોડને સિમેન્ટ ક્રોકિંટ બનાવવાના પાલિકાના આયોજન વચ્ચે હાલના રોડ પર સાયકલ ટ્રેક બનાવવા માટે રૂા.62 લાખનું આંધણ કરવાની દરખાસ્ત પર આખરે સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોએ બ્રેક મારી છે.

સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં આ દરખાસ્ત દફતરે કરવામાં આવી છે. સુરત કામરેજ રોડ સિમેન્ટ ક્રોકિંટ બનાવવા માટે કન્સલટન્સી નિમાઇ ગઇ છે. હાલમાં સર્વે ચાલી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં અહીં સિમેન્ટ ક્રોકિંટ રોડ સાકાર કરવા માટે અંદાજ મંજૂર અને ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

જો કે તેમ છતાં વરાછા-બી ઝોન અને રોડ ડેવલપમેન્ટ વિભાગના સંકલનના અભાવે હયાત રોડ પર જ સાયકલ ટ્રેક માટે પેઇન્ટ કરવા માટે 62 લાખનો ખર્ચ કરવા ટેન્ડર બહાર પાડી દીધું હતું. રૂા.62 લાખનો ખર્ચ થયા બાદ આ રોડ સિમેન્ટ ક્રોકિંટનો બનાવવા માટે ફરી તોડવો પડે એમ હતો. જેથી 62 લાખનું નુકસાન થાય તેમ હતું. દિવ્યભાસ્કરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ પાલિકાના શાસકોએ સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા-વિચારણા કરી આખરે આ દરખાસ્તને દફતરે કરવાનો નિર્ણય લીધો છે.

70 કરોડના સીસી રોડ પર બ્રેક
ગુરુવારે સ્ટેડનિંગ કમિટીની બેઠકમાં સરોલીથી વરિયાવ વચ્ચે 4.85 કિલોમીટરના આઉટર રિંગરોડને સીસીનો રોડની દરખાસ્ત પર ચર્ચા કરાયા બાદ આ કામને હાલ પુરતું મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેને પરેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ‘ આ કામ માટે 3 ટેન્ડર આવ્યા હતા. જેમાં સૌથી લોએસ્ટ ટેન્ડરની અંદાજિત રકમ 63.82 કરોડથી 14.40 ટકા ઊંચું 73.01 કરોડ ટેન્ડર હોવાથી આ મામલે ઇજારદાર સાથે વાટાઘાટ કરીને 2થી 3 ટકા ટેન્ડર નીચું લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યાર બાદ આના પર નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...