દરખાસ્ત:62 લાખથી સાઇકલ ટ્રેક બનાવાશે પછી સીસીરોડ માટે તોડી પડાશે!

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત-કામરેજ રોડ પર સાઇકલ ટ્રેકની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
  • કોરાટ બ્રિજથી વનમાળી જંક્શન પર હોટ-થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરાશે

શહેરમાં પાલિકાએ 85 કિમીથી વધુ સાઇકલ ટ્રેક બનાવ્યા છે અને વધુ ટ્રેક પેઇન્ટિંગ કરાવી રહી છે. મોટેભાગે તમામ ઝોનમાં સાઇકલ ટ્રેક બનાવાઇ રહ્યાં છે, સુરત-કામરેજ રોડ, કોરાટ બ્રિજ થી સીમાડા જંકશન-વનમાળી જંકશન સુધી હોટ-થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરી ને સાઇકલ ટ્રેકની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ આવી છે. પરંતુ સુરત-કામરેજ રોડ સીસી રોડ બનાવવાનો છે છતાં ત્યાં સાઇકલ ટ્રેક બનાવવા તૈયારી થઈ છે આ પાછળ 62 લાખ નું આંધણ થશે કેમકે ટ્રેક બનાવ્યા બાદ રસ્તા તોડી સીસી બનશે.

શહેરભરમાં ટ્રેક ચાલુ કરાયા બાદ વરાછા દેખાયું
તમામ ઝોનમાં 85 કિમી. સાઇકલ ટ્રેકની પાલિકા એ અગાઉ કામગીરી હાથ ધરી હતી. અઠવા, ઉધના, રાંદેર, કતારગામ, લિંબાયત સહિતનાં ઝોનમાં સાઇકલ ટ્રેક બનાવવા હોટ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટિંગ કરાયું હતું. 12 કરોડથી વધુનો ખર્ચો થયો છે. આ ઉપરાંત પણ રસ્તાઓ પર સાઇકલ ટ્રેક બનાવાઇ રહ્યા છે ત્યારે આખરે વરાછા યાદ આવ્યો છે. સુરત-કામરેજ રોડ, કોરાટ બ્રિજ થી સીમાડા જંકશન-વનમાળી જંકશન પર હોટ-થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરાશે.

આ પ્રોજેક્ટથી મહાનગરપાલિકાને નુકસાન થશે
વિપક્ષી કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સુરત-કામરેજ રોડ ને સીસી રોડ બનાવવા બજેટમાં પણ જોગવાઈ કરાઇ છે. ત્યારે સુરત-કામરેજ રોડ, કોરાટ બ્રિજથી વનમાળી જંકશન પર હોટ-થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરી સાઇકલ ટ્રેક બનાવ્યા બાદ સીસી રોડ માટે રસ્તો તોડવો પડશે તો આના કારણે સુરત મહાનગર પાલિકા ને નુકશાન થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...