• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 600 Private Schools Out Of 1300 Have Updated The Information Of 19 Questions On The Security Portal, Student Absentee Information Will Also Be Checked

સાવચેતી:1300માંથી 600 ખાનગી સ્કૂલોએ 19 પ્રશ્નોની માહિતી સુરક્ષા પોર્ટલ પર અપડેટ કરાવી, વિદ્યાર્થીની ગેરહાજરીની માહિતી પણ ચકાસાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે કોલેજોએ સુરક્ષા કવચ પોર્ટલ પર ચેક લિસ્ટ અપડેટ કરવું પડશે, સુમન અને પ્રાથમિક સ્કૂલો 100 ટકા વેક્સિનેટેડ

સ્કૂલો બાદ હવે શહેરની તમામ કોલેજોમાં કોરોના અંગે મોનિટરીંગ કરાશે, પાલિકાએ કોલેજ સાથે બેઠક યોજનાર છે, કોલેજોએ હવે સુરક્ષા કવચ પોર્ટલ પર વૅક્સિન લેવા સહિતના 19 સવાલોનું ચેક લીસ્ટ અપડેટ કરવું પડશે. શહેરની 1300 ખાનગી સ્કૂલો માંથી 600 સ્કૂલોએ 19 પ્રશ્નોની માહિતી સુરક્ષા કવચ પોર્ટલ પર અપડેટ કરાવી દીધી છે પરંતુ અઠવાડિયું થવા છતાં હજી 700 જેટલી સ્કૂલોએ ચેક લિસ્ટ અપડેટ કરાવ્યું નથી. આવી ગંભીર બેદરકાર સ્કૂલો સામે આગામી દિવસમાં પગલાં લેવામાં આવે તેમ છે. જ્યારે પાલિકાની સુમન અને પ્રાથમિક સ્કૂલોમાં વાલીઓ, સ્કૂલ સ્ટાફ 100 ટકા વેક્સિનેટેડ છે.

હવે સ્કૂલો બાદ શહેરની તમામ કોલેજોમાં પણ બેઠક મંગળવારથી હાથ ધરાનારી છે સ્કૂલો સાથે કોલેજો પર પણ વૅક્સિનેશન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર કેળવાય તે માટે મોનિટરીંગ કરી ચેક લિસ્ટ અપડેટ કરવા યુઝર્સ આઇડી ક્રિયેટ કરાવાશે તેમ પાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

વિદ્યાર્થીનો પરિવાર વેક્સિનેટેડ છે કે નહીં તે સહિતના પ્રશ્નોની માહિતી સ્કૂલ-કોલેજોએ આપી પડશે
1 આપની શાળા/કોલેજમાં કામ કરતા કુલ કર્મચારીઓ (શિક્ષકો-એડમીન સ્ટાફ) સાથે.
2 કર્મચારીમાંથી વેકસીનના બંને ડોઝ લેનારા કર્મચારીની કુલ સંખ્યા.
3 કર્મચારીમાંથી વેકસીનનો એક ડોઝ લેનારા કર્મચારીઓની કુલ સંખ્યા.
4 કર્મચારીમાંથી વેકસીન નહીં લેનારા કર્મચારીઓની કુલ સંખ્યા.
5 તાવ, શરદી, ખાંસી જેવાં લક્ષણોના લીધે ગેરહાજર રહેલા શિક્ષકોની સંખ્યા.
6 18 વર્ષથી મોટા વિદ્યાર્થીઓની સંખ્યા.
7 વેકસીન ન લેનારા અને લેનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા.
8 વર્ગના જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે કે કેમ? Yes કે Noમાં.
9 તાવ, શરદી ખાંસી જેવાં લક્ષણોના લીધે ગેરહાજર રહેલા વિધ્યાર્થીઓની સંખ્યા.
10 વિદ્યાર્થીઓના કુટુંબમાં 18 વર્ષથી મોટા કુટુંબીજનોની સંખ્યા, કુટુંબીજનોમાંથી બંને ડોઝ લીધેલા કુલ સભ્યોની સંખ્યા.
11 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ એક ડોઝ લેનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા.
12 સંસ્થામાં પોઝિટિવ આવ્યા હોય તેવા સંજોગોમાં બંધ કરેલા વર્ગ કે ડિવિઝનોની કુલ સંખ્યા.
13 સંસ્થામાંથ્ી હોમ આઇસોલેશન હોસ્પિટલમાં દાખલ કર્મચારી/વિધ્યાર્થીઓની સંખ્યા.
14 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા.
15 18 વર્ષથી મોટા કુટુંબીજનોમાંથી એક ડોઝ લેનારાની કુલ સંખ્યા.
16 18 વર્ષથી મોટા કુટુંબીજનોમાંથી વેકસીન ન લેનાર કુલ કુટુંબીજનોની સંખ્યા. પ્રશ્નોની માહિતી સ્કૂલ-કોલેજોએ આપી પડશે

અન્ય સમાચારો પણ છે...