પાલિકાની મિલકત વેરાની આવક 1200 કરોડને પાર થઇ છે. માર્ચ એન્ડીંગને લઇ વસુલાત આક્રમક બનાવી છે. વ્યાજ માફી યોજનાનો લોકો લાભ લઇ રહ્યા છે. જેથી રોજ 5થી 6 કરોડની આવક થઇ રહી છે. આ વર્ષમાં આવકની ડિમાન્ડ 1768 કરોડ છે. જેની સામે 1200 કરોડ આવી જતા 76 ટકા રિકવરી થઇ છે.
માર્ચના અંત સુધીમાં વધુ 150 કરોડની આવક થતા આંકડો 1300થી 1350 કરોડ થઈ શકે છે. પાલિકાને પેઇડ એફએસઆઇની આવક 600 કરોડને પાર થઇ ગઇ છે. 15મીએ વિકાસ પરવાનગીના કુલ 11 પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ છે. આ 11 અરજીઓ પૈકી 8 થકી પાલિકાને પેઈડ એફએસઆઈની 28.61 કરોડ આવક થશે.
પાલિકામાં સૌપ્રથમવાર આંકડો 6૦૦ કરોડને પાર થયો છે. પેઇડ એફએસઆઇમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વર્ષ 2017-18માં 272.37 કરોડ, 2018-19માં 442.34 કરોડ, 2019-20માં 326.17 કરોડ, વર્ષ 2020-21માં કોરોડનાકાળ દરમ્યાન 175.34 કરોડ અને વર્ષ 2021-22માં 513 કરોડની આવક થઇ હતી. આમ, ગત પાંચ વર્ષની તુલનામાં આ વર્ષે 600 કરોડથી વધુની પેઇડ એફએસઆઇ પેટે આવક થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.