બુસ્ટર ડોઝ:સુરતમાં ફ્રન્ટલાઇન વર્કર્સની સાથે 60+નાને પ્રિકોશન ડોઝ, 39 સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ

સુરત5 મહિનો પહેલા
ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ હતી.
  • કોવિન-પોર્ટલ પર નવું રજિસ્ટ્રેશન કરાલવાની કોઈ જ જરૂર નહીં
  • પહેલા કે બીજા ડોઝમાં એલર્જી થઈ હોય તો જ ડોક્ટરની સલાહ લેવી

સુરત શહેરના 39 સેન્ટરો પરથી પ્રીકોશન ડોઝની શરૂઆત થઈ છે. બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કોમોબીડીટી), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ ડોઝ અપાઈ રહ્યો છે. લોકોએ કોવિન પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરવાની કોઈ જ જરૂર નથી. સીધો જ બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. રસીકરણની શરૂઆતમાં પહોંચેલા મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે,ગભરાવાની જરૂર નથી. તમામ લોકો રસી લે તે જરૂરી છે. અફવામાં પણ આવવાની જરૂર નથી.

રસીની સાથે આડઅસર ન થાય તે માટે દવાઓ પણ અપાઈ હતી.
રસીની સાથે આડઅસર ન થાય તે માટે દવાઓ પણ અપાઈ હતી.

વડીલોએ ત્રીજો ડોઝ ફરજિયાત લેવો જ જોઈએ
દરેક વડીલોએ વેક્સિન લેવી જોઈએ. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની તકલીફ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે પછી નાની મોટી બીમારી હોય તો પણ ત્રીજો ડોઝ લઈ લેવો જોઈએ. પહેલા-બીજા ડોઝમાં એલર્જી થઈ હોય તો જ ડોક્ટરની સલાહ લઈને ત્રીજો ડોઝ લેવો. સામાન્ય સંજોગોમાં ત્રીજો ડોઝ વડીલોએ ફરજિયાત લેવો જોઈએ. > ડો.ધીરેન પટેલ

રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો સેન્ટર પર આવ્યા હતાં.
રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો સેન્ટર પર આવ્યા હતાં.

6 મહિના બાદ એન્ટિ બોડી ઘટવા માંડે છે
બે ડોઝ લીધા હોય તો પણ 6 મહિના પછી એન્ટી બોડી ઘટવા માંડે છે. ત્રીજી વેવ શરૂ થઈ હોવાથી ત્રીજો ડોઝ લઈ લેવો જોઈએ. જેમને શરદી, કફ, તાવ અને ઉધરસ હોય તેમણે હાલ વેક્સિન લેવી ન જોઈએ. સિમ્ટમ ન હોય અને હેલ્ધી હોય તો તરત જ ત્રીજો ડોઝ લેવો જોઈએ. બુસ્ટર ડોઝથી ફાયદો થશે જ. અફવા પર ધ્યાન આપવું નહીં. > ડો.પ્રતિક સાવજ

મેયર પણ રસીના બુસ્ટર ડોઝ વખતે સેન્ટર પર આવ્યાં હતાં.
મેયર પણ રસીના બુસ્ટર ડોઝ વખતે સેન્ટર પર આવ્યાં હતાં.

39 સપ્તાહ થઈ ગયા હોય તો ત્રીજો ડોઝ લઈ શકાય
વેક્સિનના બંને ડોઝ લઈ લીધાને 39 અઠવાડિયા થઈ ગયા હોય તેવા તમામ વડીલોએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવો જોઈએ. જો કે, નાની મોટી કોઈ પણ બીમારી હોય તો તેવા વડીલોએ હાલમાં વેક્સિન લેવી ન જોઈએ. જે કોઈપણ વ્યક્તિ ખાસ કરીને વડીલ સંપૂર્ણ રીતે સશક્ત છે તેમણે ત્રીજો ડોઝ ચોક્કસ લઈ લેવો જોઈએ. > ડો. સમીર ગામી

અન્ય સમાચારો પણ છે...