તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:60 કિલો ગૌમાંસ અને 5 છરા કબજે, 3ની ધરપકડ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિંબાયત પોલીસે એકને વોન્ટેડ જાહેર કર્યો

લિંબાયત પોલીસે મિઠીખાડી વિસ્તારમાં રઝાચોક પાસે એક મકાનમાંથી ત્રણ ખાટકીઓને પકડીને તેમની પાસેથી 60 કિલો ગૌમાંસ કબજે કર્યું છે.પોલીસે બાતમીના આધારે મીઠીખાડી વિસ્તારમાં રઝાચોકમાં એક મકાનમાં દરોડો પાડતા આરોપીઓ શકીલ સલીમ શેખ, મુસ્તાક મહેમુદખાન કુરેશી અને ઇશાક હારૂન શેખ મળી આવ્યા હતા.

પોલીસને તેમના કબજામાંથી 60 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. એફએસએલમાં તપાસ કરાવતા આ માંસ ગૌમાંસ હોવાનું સ્પષ્ટ થયું હતું. લિંબાયત પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપી મુખ્તાર ઇસ્માઈલ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...