છેતરપિંડી:વિદેશમાં નોકરીની લાલચમાં 6 યુવકે 4.75 લાખ ગુમાવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુણાનો લેભાગુ એજન્ટ નાણાં લઈ ફરાર
  • હજારો લોકો પાસેથી કરોડો પડાવ્યાની આશંકા

વિદેશમાં 6 યુવકોને નોકરી આપવાના સપના બતાવી પુણાગામના લેભાગુ એજન્ટે 4.75 લાખની રકમ લઈ રફુચક્કર થઈ ગયો છે. જેને લઈ સેલ્સ મેનેજરે સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે લેભાગુ એજન્ટ દિલીપ કાળુ લાડુમોર(રહે,સિધ્ધેશ્વર સોસા, પુણાગામ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં એજન્ટ ફરાર છે.

મૂળ જામનગરના વતની અને સરથાણા સીમાડા નહેર પાસે ઓમકાર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સેલ્સ મેનેજર કિશન દશરથ ચાંગેલાનો એક મિત્ર જે વિદેશમાં જર્મની રહે છે. મિત્રના રેફરન્સથી એજન્ટ દિલીપ લાડુમોર સાથે ઓળખાણ થઈ હતી.

સેલ્સ મેનેજરને એજન્ટે ફીનલેન્ડમાં નોકરી આપવાના સપના બતાવી 95 હજારની રકમ પડાવી હતી. સેલ્સ મેનેજરને 60 દિવસમાં વિદેશ મોકલવાની વાત કરી હતી. આવી જ રીતે લેભાગુ એજન્ટ દિલીપ લાડુમોરે અન્ય 5 યુવકોને પણ નોકરીના સપના બતાવ્યા હતા.

યુવકો પાસેથી એજન્ટે 4.75 લાખની રકમ લઈ સુરતમાં ભાડેની ઓફિસ ઉપરાંત અમદાવાદની ઓફિસ બંધ કરી ભાગી ગયો છે. લેભાગુ એજન્ટે ફીનલેન્ડમાં નોકરી માટેના સપના બતાવી હજારો લોકો પાસેથી કરોડોની રકમ પડાવી હોવાની વાત સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...