માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો:સુરતમાં 6 વર્ષનું બાળક રમતા-રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો, એક્સ-રેમાં ગળામાં ફસાયેલો હોવાનું સામે આવ્યુ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી જતા એક્સ રેમાં ગાળામાં ફસાયેલો દેખાયો - Divya Bhaskar
6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી જતા એક્સ રેમાં ગાળામાં ફસાયેલો દેખાયો

સુરતમાં માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારમાં રહેતો એક 6 વર્ષીય બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જેને લઈને માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. બાળકને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકનો એક્સરે કરાવતા તેના ગળામાં સિક્કો ફસાયો હોવાનું જણાય આવ્યું હતું. જોકે હાલ આ બાળકની સારવાર ચાલી રહી છે.

બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો
મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાંથી માતા પિતા માટે વધુ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઊન વિસ્તારમાં રહેતો 6 વર્ષીય અરહાન અમીન બગડિયા રવિવારે સાંજે ઘરેથી બિસ્કીટ લેવા માટે દુકાને જઈ રહ્યો હતો.ઘરેથી માતાએ તેને 5 રૂપિયાનો સિક્કો લઈને મોકલ્યો હતો. ત્યારે બાળક રસ્તામાં સિક્કો મોઢામાં મૂકી રમવા લાગ્યો હતો. રમતા રમતા તેનાથી તે સિક્કો ગળાઈ ગયો હતો.

માતા પિતા ચિંતામાં મૂકાઈ ગયા
​​​​​​​
બાળક રમતા રમતા સિક્કો ગળી જતા બાળકને દુખાવો થવા લાગ્યો હતો. જેને લઈને બાળક તાત્કાલિક દોડીને પરત ઘરે પહોચ્યો હતો. બાદમાં દુઃખાવા અંગેની જાણ પરિવારજનોને કરી હતી. બાળક સિક્કો ગળી ગયો હોવાનું માલૂમ પડતા માતાપિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. જેને લઇ માતા-પિતા બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.

એક્સરેમાં બાળકના ગળામાં સિક્કો દેખાયો
​​​​​​​
માતા-પિતા દ્વારા બાળકને હોસ્પિટલ લઈ જવાયા બાદ તાત્કાલિક તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો.એકસ-રે કાઢવા સહિતની તપાસ કરતા બાળકના ગળામાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાયો હોવાનું દેખાયું હતું. બાળકના ગળામાંથી પાંચનો સિક્કો આગળ વધ્યો ન હોવાનું દેખાતા ડોક્ટરોએ પણ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. બાળકના ગળામાંથી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો.

બાળકની સારવાર શરૂ
બાળકનું પરિવાર સામાન્ય અને મધ્યમ વર્ગનું હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરવડી શકે તેમ ન હતો. જેને લઇ માતા -પિતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જયા બાળકની તબીબોએ સારવાર ચાલુ કરી છે. બાળકના પિતા શાકભાજીનું વેચાણ કરે છે. બાળક સિક્કો ગળી જતા પરિવાર પણ ચિંતામાં મુકાયું હતું. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...