ધરપકડ:રામનગરમાં ફ્લેટમાં જુગાર રમતી 6 મહિલાઓ પકડાઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પોલીસે મોપેડ અને મોબાઈલ કબજે કર્યા
  • 1.14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

રાંદેર રામનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટમાં જુગાર રમતી 6 મહિલા પોલીસના હાથે પકડાઈ છે. રાંદેર પોલીસે બાતમીને આધારે 8મી તારીખે બપોરે ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-33માં બીજા માળે ફલેટ નં-197માં રેડ પાડી હતી. દરમિયાન ફલેટમાં જુગાર રમતી 6 મહિલાઓ પકડાઈ હતી. સૂત્રધાર હેમા મુલચંદાણી પોતાના ફ્લેટમાં બહેનપણીઓને બોલાવી જુગાર રમાડતી હતી. રાંદેર પોલીસે મહિલાઓ પાસેથી રોકડ, મોબાઇલ, અને બે મોપેડ મળી 1.14 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પકડાયેલી મહિલાઓમાં હેમા ગીરીશ મુલચંદાની (38)(રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામનગર, રાંદેર), સંગીતા રમેશ માટાની (58) (રહે, સ્તુતી યુનિવર્સલ, પાલ, અડાજણ), હર્ષા વલ્લભ પટેલ (32)(રહે, કેસ્ટાર રેસિડન્સી, કોસાડ રોડ, અમરોલી), ગીતા ઉર્ફે ગંગા ભાવેશ ભીલ (40)(રહે, અયોધ્યા સોસા, પુણાગામ), દિવ્યા જગદીશ દેવજા (44) (રહે, આશીયાના એપાર્ટ, સિટીલાઇટ) અને ભારતી રાજેશ શિવાની (49) (રહે,નક્ષત્ર એપાર્ટ,પાલ,અડાજણ) છે. બે દિવસથી હેમા ફ્લેટ પર જુગાર રમાડતી હતી. જુગાર રમવા માટે બહેનપણીઓને ફલેટ પર બોલાવતી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...