કોરોના સુરત LIVE:7 વિદ્યાર્થી, 6 વેપારી, 2 રત્નકલાકાર સંક્રમિત, એક્ટિવ કેસ 735 થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 207055 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 99 કેસ નોંધાયા હતા. સિટીમાં 81 કેસ અને જિલ્લામાં 18 કેસ નોંધાયા હતા. છેલ્લા 123 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 735 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 101 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થી, વેપારી સહિતના સંક્રમિત
શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 7 વિદ્યાર્થીઓ, 6 વેપારી, 2 રત્નકલાકાર, ડોક્ટર, નર્સ, ટીચર, કારપેન્ટર, ટેક્ષટાઈલ કર્મચારી તેમજ અન્ય નોકરીયાતો સહિતના સંક્રમિત થયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસ 5 ગણા થયા છે. 18 જૂને એક્ટિવ કેસ 141 હતાં જે વધીને પાંચ ગણા એટલે કે 735 થઈ ગયા છે.

શહેરમાંથી 81 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં 81 અને જિલ્લામાં 18 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 99 કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 207055 થઈ છે. શહેરમાં 82 અને જિલ્લામાં 19 મળી શહેર-જિલ્લામાં 101 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 204080 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...