તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના સામે જાગૃતિ ફેલાવવા શેરી નાટકની 6 ટીમ મેદાનમાં

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બર અને ઉદ્યોગ આગેવાનો સાથેની બેઠકમાં પોલીસ કમિશનરનો નિર્ણય

કોરોનાની સ્થિતિ વધુ કથળે નહીં અને તેના કારણે ઔદ્યોગિક સેક્ટરો ફરી શટડાઉન મોડ પર નહીં જાય તે માટે પોલીસ કમિશનર અજય તોમરે ચેમ્બર પ્રમુખ સહિતના ઉદ્યોગ આગેવાનો સાથે મિટીંગ કરી છે. જેમાં ઔદ્યોગિક વિસ્તારોમાં શેરી નાટકો ભજવી કોરોનાની સુરક્ષા માટે ઘડવામાં આવેલા નિયમોનું પાલન કરવવા સૂચન કરાયું છે. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં સ્થાનિક ગુજરાતી કલાકારો દ્વારા ઠેરઠેર શેરી નાટકો ભજવવામાં આવશે.

ગુરૂવારે સાંજે સુરત શહેર પોલીસ કમિશનરની કચેરીમાં મલેલી મિટીંગમાં કમિશનર તોમરે કોરોના પ્રત્યે કારીગર વર્ગમાં જાગૃતિ લાવવા શેરી નાટક ભજવવા હાકલ કરી કમિશનરે જાતે રસ દાખવી 12 કલાકારોની 6 ટીમની રચના કરી નાટક બનાવવા પ્રેરણા આપી હતી.

આ અંગે ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયા જણાવે છે કે, શહેરમાં કોરોના વધુ નહીં ફેલાય તે માટે શેરી નાટક ભજવીને જાગૃતિ આવે તે માટેનું આયોજન કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે.એક ટીમ દ્વારા રોજના 5 શેરી નાટક ભજવાશે. વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં શેરી નાટક ભજવવા માટેનું આયોજન કરવા માટે સૂચનો કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો