નવેમ્બર 2022 માં લેવાયેલી સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. આ પરિણામમાં સુરતના છ વિદ્યાર્થીઓએ સુરતનું નામ ઓલ ઇન્ડિયા ક્ષેત્રે રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50ની અંદર સુરતના છ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે સુરતનો ડંકો વગાડ્યો છે. તેમાં 27મો રેન્ક મેળવી આકાશ બોથરા સુરતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો ઓલ ઇન્ડિયામાં 31મો રેન્ક મેળવી સુરતમાં નેન્સી જૈન એ બીજા ક્રમાંકનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સીએના પરિણામમાં સુરતનો ડંકો
ખૂબ જ આકરી અને વિદ્યાર્થીઓની માનસિક કસોટી તાણી લેતી એવી સીએની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. ગત નવેમ્બર 2022માં લેવાયેલી સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડિયેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ ડંકો વગાડ્યો છે. સુરતના છ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50ની અંદર સ્થાન પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં છ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કરતા રાષ્ટ્રીય સ્તરે સુરતનો ડંકો વગાડ્યો છે.
સીએ ફાઇનલમાં ટોપ 50માં બે વિદ્યાર્થીઓ સુરતના
નવેમ્બર 2022માં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાના પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ રાજસ્થાનના અને સુરતમાં રહેતા આકાશ બોથરા નામના વિદ્યાર્થીએ સીએ ફાઈનલની પરીક્ષામાં 800 માર્કમાંથી 560 માર્ક મેળવી ઓલ ઇન્ડિયામાં 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સાથે આકાશ બોથરા સમગ્ર સુરતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો સુરતના બીજા ક્રમે પણ ટોપ 50માં ઓલ ઇન્ડિયા રેન્કમાં વિદ્યાર્થિનીએ સ્થાન મેળવ્યું છે. સુરતની નેન્સી જૈન વિદ્યાર્થિની 800માંથી 555 માર્ક પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 31મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે નેન્સી જૈન સીએ ફાઈનલના પરિણામમાં સમગ્ર સુરતમાં બીજો ક્રમ મેળવ્યો છે. આ બંને વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલના પરિણામમાં ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે.
સીએ ઇન્ટરમિડિયેટમાં ટોપ 50માં ચાર વિદ્યાર્થીઓ સુરતના
સીએ ફાઈનલના પરિણામની સાથે આજે નવેમ્બર 2022માં લેવાયેલ ઇન્ટરમિડિયેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 50ની અંદર સુરતના ચાર વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેની સાથે આ વિદ્યાર્થીઓએ સુરતનો ડંકો રાષ્ટ્રીય સ્તરે વગાડ્યો છે. સુરતના ક્રિષ્ના કેડિયાએ 800 માર્કમાંથી 619 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 26મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હિતસર શાહે 800માંથી 616 માર્ક્સ પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 29મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. પ્રાગી કોઠારીએ 800માંથી 595 માર્કસ પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 46મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો કૃષ્ણકાંત ગીનોડીયાએ 800માંથી 594 માર્ક પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા રેન્કમાં 47મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની સીએ ઇન્ટરમિડિયેટની પરીક્ષાના પરિણામમાં સમગ્ર દેશમાં ટોપ 50માં સ્થાન મેળવી સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
આ વખતે ઓવરઓલ પરિણામ ખૂબ સારું આવ્યું છે
છેલ્લા અનેક વર્ષોથી સીએના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા રવિ છાવછરીયા એ જણાવ્યું હતું કે આ વખતનું પરિણામ ઓવર રોલ થોડું સારું પરિણામ આવ્યું છે. સીએ ઇન્ટરમિડિયેટ ગ્રુપ વનનું 21.19 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સીએ ઇન્ટરમિડિયેટ ગ્રુપ 2 ટુનું 24.44 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બંને ગ્રુપનું 12.72% જેટલું પરિણામ આવ્યું છે. આ સાથે સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામની વાત કરીએ તો ગ્રુપ વનનું 21.39% અને ગ્રુપ 2નું 18.61% જેટલું પરિણામ આવ્યું છે. જ્યારે બંને ગ્રુપનું 11.9% જેટલું પરિણામ આવ્યું છે. જેમાં સમગ્ર સુરતના ખૂબ જ સારા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પરિણામમાં મેં ભણાવેલા છ વિદ્યાર્થીઓ દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. જ્યારે 150થી વધુ વિદ્યાર્થીઓ સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડિયેટની પરીક્ષાને ક્રેક કરી પાસ થયા છે.
અથાક પરિશ્રમ અને રોજના 10 થી 12 કલાકની મહેનત
સીએ ફાઈનલી પરીક્ષામાં ટોપ 50 માં સુરતના બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં સુરતમાં આકાશ બોથરાએ પ્રથમ નંબર અને નેન્સી જૈને બીજો ક્રમાંક મેળવ્યો છે ત્યારે સુરતના પ્રથમ ક્રમાંક મેળવનાર આકાશ બોથરાએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ ક્રમબદ્ધ રીતે સીએ ફાઈનલના પરિણામ માટે તૈયારી કરવામાં આવતી હતી. શિક્ષકો દ્વારા જે પ્રકારે શીખવાડાયું હતું તેને એક શિડ્યુલમાં અપનાવીને નિયમિત તૈયારી કરતો હતો. શરૂઆતમાં રોજના આઠથી નવ કલાક મહેનત કરવામાં આવતી હતી અને છેલ્લા ત્રણ મહિનામાં 10થી 12 કલાક રોજના પરીક્ષાને લઈ તૈયારી કરવામાં આવતી હતી. જેને લઇ આજે આ પરિણામ મેળવવામાં મને સફળતા મળી છે. આ ઉપરાંત મેં મનમાં પહેલેથી જ એક લક્ષ્ય રાખ્યું હતું કે સીએમાં ટોપ થવું છે જેને લઇને એ હાંસલ કરવામાં તમામ રીતના પ્રયાસો કરતો હતો.
પરિવારનો સપોર્ટથી હાસિલ થયું પરિણામ
સીએ ફાઈનલના પરિણામમાં 800માંથી 555 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં 31મુ સ્થાન અને સુરતમાં બીજું સ્થાન મેળવનાર નેન્સી જૈને તેની આ સિદ્ધિને લઈને જણાવ્યું હતું કે મારા આ પરિણામ પાછળ મારા પરિવારનો ખૂબ જ મોટો ફાળો મને રહ્યો છે. પરિવારના લોકો મને નિયમિત રીતે સપોર્ટ કરતા હતા. આ સાથે મારા શિક્ષક અને રવિ છાવછરીયા દ્વારા જે પ્રકારે શીખવાડવામાં આવ્યું હતું તેને ક્રમબદ્ધ અને આયોજનબદ્ધ સ્ટડી કરવામાં આવતી હતી. રોજના 12થી 13 કલાક સીએની પરીક્ષામાં ટોપ કરવા માટે મહેનત કરવામાં આવતી હતી. છેલ્લા દિવસોમાં 15 કલાકથી પણ વધુ આ પરિણામ હાંસલ કરવા માટે મહેનત કરતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.