કામગીરી:કતારગામ અને લિંબાયતમાં 6 શેલ્ટર હોમ બનાવવામાં આવશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર બાંધકામ સમિતિની 15.20 કરોડના કામોને મંજૂરી
  • લાંબા સમય બાદ રસ્તા કારપેટ-રિકાર્પેટના કામો મંજૂર થયા

સુરત મહાનગર પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં ઘર વિહોણા માટે નવા 6 શેલ્ટર હોમ બનાવવાના તથા રસ્તા કારપેટ રી-કારપેટ સહિત કુલ 15.20 કરોડના વિવિધ કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં એજન્ડા ઉપર રસ્તા કારપેટ-રિકારપેટના વિવિધ કામો હતા. જે કામો ઘણા સમય બાદ રજૂ થયા છે. કારણ કે, થોડા સમય અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેને હવે પછી શહેરના તમામ રસ્તા સીસી રોડ જ બનશે એવી જાહેરાત કરતા રસ્તા કારપેટ-રિકારપેટના કામો આવતા બંધ થઇ ગયા હતા. જો કે સીસી રોડનો નિર્ણય વહીવટી પાંખના અભિપ્રાય બાદ શાસકોએ બદલવો પડ્યો છે.

શહેરમાં નવા 6 શેલ્ટર હોમમાં કતારગામમાં 256, 392, 224 અને 632 બેડની ક્ષમતાના 4 બનશે. જ્યારે લિંબાયતમાં 390 અને 490 બેડની ક્ષમતાના બે શેલ્ટર હોમ સાકાર કરવામાં આવશે. ઉપરાંત લિંબાયત અને કતારગામમાં નવા શાળા ભવન બનાવવાના કામના અંદાજ મંજૂર કરાયા હતા.જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી પાટીલે જણાવ્યું કે, એજન્ડા પરના કુલ 86 કામો અને વધારાના નવ કામોને મંજુરી અપાઇ હતી. જેમાં એજન્ડા પરના જુદા જુદા કામો મળીને 1.78 કરોડના ટેન્ડરો,15.20 કરોડના અંદાજો મંજુર કરાયા છે. જયારે વધારાના કામોમાં 5.39 કરોડના અંદાજો મંજુર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...