• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 6 Seats In The City Saw New Voters Rise From The Lead In The Last Election, The Highest Being 2.65 Lakh Youth In Eighty four kamraj.

નવા મતદારો 6 બેઠક પર નિર્ણાયક બનશે:શહેરની 6 સીટ પર ગત ચૂંટણીની લીડથી નવા મતદારો વધ્યા, સૌથી વધુ ચોર્યાસી-કામરેજમાં 2.65 લાખ યુવા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોર્યાસી, ઓલપાડ, સુરત પૂર્વ, વરાછા, લિંબાયત અને કામરેજમાં ગત ચૂંટણીની લીડ કરતા નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યા વધી
  • સુરત ઉત્તર, કરંજ, ઉધના, મજુરા, પશ્ચિમ અને કતારગામમાં નવા વોટર ઓછા વધ્યા
  • 12 બેઠકોનું ચિત્ર : પાટીદારોના પ્રભુત્વવાળી 5 બેઠક પર નવા મતદારો વધ્યા

શહેરની 12 બેઠકો પર તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. તમામ બેઠકો પર ગત ચૂંટણીના પરિણામ અને નવી મતદાર યાદી પર નજર કરીએ તો તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારો વધ્યા છે.શહેરની 6 બેઠકો તો એવી છે જ્યાં નવા મતદારોની સંખ્યા ગત ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને મળેલી લીડ કરતા પણ વધુ છે.

અહીં આ વખતે નવા ઉમેરાયેલા મતદારોનો મિજાજ પણ ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે.સૌથી વધુ નવા મતદારો ચોર્યાસીમાં ઉમેરાયા છે. અહીં કુલ 148158 મતદારો વધ્યા છે.આવી જ રીતે ઓલપાડ, સુરત પૂર્વ, વરાછા, લિંબાયત અને કામરેજમાં પણ ગત ચૂંટણીની લીડ કરતા નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યા વધી ગઈ છે. આ ઉપરાંતની 6 બેઠક પર પણ નવા મતદારો ઉમેરાયા છે. જોકે, તેની સંખ્યા ગત ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને મળેલી લીડ કરતા ઓછી છે.

વરાછા-કામરેજમાં લીડ કરતા સૌથી વધુ નવા મતદારો
પાટીદાર આંદોલનને લીધે સુરતની પાટીદાર બેઠકો પર ભાજપે પાટીદાર મતદારોની નારાજગી વહોરવી પડી હતી.પાટીદાર બહુમતીવાળી કામરેજ અને વરાછા બેઠક પર નવા મતદારો ઉમેરાયા છે. જેમાં યુવાઓની સંખ્યા પણ વધુ છે. એપ્રિલમાં ગ્લોબલ પાટીદાર સમિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ‘યુવકો જે અમારા નામના મુર્દાબાદના નારા લગાવે છે તેમને સમજાવો ‘વરાછા અને કામરેજ બેઠક પર યુવા મતદારો વધ્યા છે. જેમનો મત કળવો અઘરો છે.વરાછામાં ગત ચૂંટણીમાં લીડ 13998 હતી અને નવા મતદારો 17068 વધ્યા છે. કામરેજમાં ગત ચૂંટણીની લીડ 28191 હતી. જેની સામે 117660 નવા મતદારો નોંધાયા છે.

સુરત ઉત્તરમાં સૌથી ઓછા મતદારો ઉમેરાયા
નવી મતદાર યાદી પ્રમાણે સૌથી ઓછા નવા મતદારો સુરત ઉત્તરમાં ઉમેરાયા છે. અહીં ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 13998 મતોની લીડથી જીત્યા હતા. અહીં ફક્ત 5873 નવા મતદારો જ ઉમેરાયા છે. આવી જ રીતે કરંજમાં પણ ગત ચૂંટણીની લીડ 35598 સામે 15360 મતદારો જ ઉમેરાયા છે.મજુરામાં 85827ની લીડ સામે 33516 મતદારો ઉમેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...