વૈજ્ઞાનિકોની યાદી જાહેર:વિશ્વના ટોચના 1 લાખ વૈજ્ઞાનિકમાં સુરતની SVNITના 6 પ્રોફેસરોનો સમાવેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રો. આર. વી. રાવ સમગ્ર દેશમાં પહેલા, પ્રો. ઝેડ.વી.પી. મૂર 51મા, પ્રો. ડો.કે. સુરેશકુમાર 17મા ક્રમે

યુએસએની સ્ટેન્ડફોર્ટ યુનિવર્સિટી અને નેધરલેન્ડની એલ્સેવીયરના રિસર્ચોએ વર્ષ 2020ના અંત સુધીના રિસર્ચ પબ્લિકેશનના ડેટાના વિશ્લેષ્ણના આધર વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરી હતી. જેમાં સુરત એસવીએનઆઇટીના 6 અધ્યાપકોનો સમાવેશ થાય છે. આ ડેટમાં એવા વૈજ્ઞાનિકોનો સમાવેશ કરાયો છે કે જે તમામ ક્ષેત્રોમાં કોમ્પોઝિટ સાઇટેશન ઇન્ડેક્સના આધારે ટોચના 1 લાખ વૈજ્ઞાનિકોમાં સમાવેશ છે. ટોચના 2% વૈજ્ઞાનિકોની 2 યાદી જાહેર કરાય છે.

પહેલી યાદીમાં કેરિયર લોંગ ડેટાના આધાર પર છે કે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર આર. વી. રાવ, એન્જિનિયરિંગના પ્રોફેસર ઝેડ. વી. પી. મૂરથી અને કેમેસ્ટ્રીના ડો. કે. સુરેશ કુમારનો સમાવેશ થયો છે. જ્યારે બીજી યાદીમાં એસવીએનઆઇટીના સુરતના છ અધ્યાપકોનો સમાવેશ થયો છે. જેમાં કેમેસ્ટ્રીના ડો. એસ.કે. સાહૂ , ઇલેકટ્રીકલ એન્જિન્યરિંગના ડો. એસ. આર. આચાર્ય તેમજ મિકેનિકલ એન્જિન્યરિંગના ડો. એમ. કે. રાઠોડનો સમાવેશ થયો છે.

પ્રોફેસર આર.વી. રાવ અને પ્રોફેસર ઝેડ.વી.પી. મૂરથીનો ગયા વર્ષે પણ ટોચના 2% વૈજ્ઞાનિકોમાં સમાવેશ થયો હતો. આ વર્ષે પ્રોફેસર આર. વી. રાવનો તેમના ક્ષેત્રમાં વર્લ્ડ રેન્ક પર છે તથા સમગ્ર ભારતમાં તેઓને રેંક પહેલા પર છે. પ્રોફેસર ઝેડ. વી. પી. મૂરથીનો વર્લ્ડ રેન્ક 1260 છે તથા ભારતમાં રેન્ક 51 છે. ડો. કે. સુરેશ કુમારનો વર્લ્ડ રેન્ક 2141 છે તેમજ ભારતમાં 17 રેન્ક પર છે.