તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસ:ડોમેસ્ટિક ટૂરિઝમને પ્રમોટ કરવા 6 લોકો 36 દિવસમાં ભારતભરમાં 18000 કિલોમીટરનો પ્રવાસ કરશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર લઈને છ વ્યક્તિઓ દેશના ચારેય ખૂણાનો પ્રવાસ ખેડવા જઈ રહ્યા છે. - Divya Bhaskar
કાર લઈને છ વ્યક્તિઓ દેશના ચારેય ખૂણાનો પ્રવાસ ખેડવા જઈ રહ્યા છે.
  • વોકલ ફોર લોકલના સંદેશ સાથે 6 લોકો પ્રવાસ ખેડશે

ગુજરાત અને ખાસ કરીને સુરતીઓ હરવા ફરવાના ખુબ જ શોખીન છે. પરંતુ કોરોનાએ સુરતીઓની ભ્રમણ વૃત્તિ પર બ્રેક લગાવી દીધી છે. સુરત અને ગુજરાતની પ્રજા વિદેશી પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડવામાં પણ અવ્વલ છે પરંતુ કોરોનાના કારણે હાલ વિદેશ પ્રવાસ ખેડવો શક્ય નથી ત્યારે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા માટે તેઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત, મુંબઈ અને અમદાવાદના 6 સભ્યો મળીને 18મી સપ્ટેમ્બરથી ભારત ભ્રમણ પર નીકળી રહ્યા છે. 18000 કિમીની આ રોડ ટ્રીપ તેઓ 36 દિવસમાં પૂર્ણ કરશે.

ટ્રીપમાં મુંબઈ અને અમદાવાદથી એક એક જોડાશે
રાજીવ શાહ એ કહ્યું હતું કે, કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી, ત્યારે ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્ર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુ જ ધબકતું થયું છે ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે સુરત અને ગુજરાતની લોકોને વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટૂરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા 36 દિવસની અને 18000 કિમીની રોડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ ટ્રીપમાં રાજીવ શાહ સાથે સુરતથી રિતેશ પારેખ (45), સંજય પટેલ (45) અને નીતિન ગુપ્તા (37) તેમજ મુંબઈથી પવન દુબે (38) અને અમદાવાદથી થોમસ કોશી (48) જોડાશે.

આવતીકાલથી પ્રવાસ શરૂ થશે
18મી સપ્ટેમ્બરના રોજથી રોડ ટ્રીપની શરૂઆત થશે અને 18000 કીમીનું અંતર કાપી 36 દિવસ બાદ સુરત ખાતે પૂર્ણ થશે. આ દરમિયાન ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. ત્યાંના ટૂર ઓપરેટર, એજન્ટની મુલાકાત લેશે, કોવિડ વચ્ચે પણ હોટેલ્સ અને પ્રવાસન સ્થળો આગંતુકોને આવકાર તૈયાર છે એની ખાત્રી સાથે સાથે પરત ફરશે, જેથી લોકો ડોમેસ્ટિક ટૂરિઝમને પ્રાધાન્ય આપતા થાય.