પાલિકાનું આયોજન:શિક્ષણ સમિતિની 5 સહિત 6 નવી સ્કૂલ, 4માં માળ વધારાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુ, ઉધના, અશ્વિનીકુમાર, પરવત-ગોડાદરા, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયત, હોડીબંગલા સહિતના વિસ્તારોમાં પાલિકાનું આયોજન

શિક્ષણ સમિતિની નવી 5 સ્કૂલ અને 1 સુમન મળી નવી 6 સ્કૂલ બનાવવા આયોજન છે. 4 શાળામાં માળ વધારો કરાશે. રૂા.43.79 કરોડના ખર્ચે કામ કરવા જાહેર બાંધકામ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. ઉધના મીરાનગરની શાળા નંબર 197, 198નું મકાન તોડી રૂા.5.02 કરોડમાં નવી શાળા તથા ટી.પી 4 અશ્વિનીકુમાર-નવાગામ પટેલનગર સોસાયટીમાં શાળા નં 92-93માં રૂા.1.39 કરોડમાં માળ વધારો કરાશે. પરવત-ગોડાદરાની શાળા ક્રમાંક 342માં 1.53 કરોડના ખર્ચે બીજો માળ તથા હોડીબંગલા શાળા નં 107, 108 3.69 કરોડમાં બનાવાશે.

ભેસ્તાન શાળા નં 213, 214, 215નું મકાન તોડી રૂા.8.23 કરોડના ખર્ચે નવું મકાન અને ભેસ્તાનમાં 7.88 કરોડમાં નવી શાળા બનશે. પાંડેસરામાં શાળા નં 219, 220નું મકાન તોડી 6.31 કરોડમાં નવી શાળા બનાવાશે. વેસુની શાળા 121માં 92.40 લાખમાં બીજો માળ બનાવાશે. લિંબાયત રમાબાઇ ચોકની મરાઠી શાળા 232, 233માં 5.88 કરોડમાં નવી બનશે. જ્યારે લિંબાયત નીલગીરી સર્કલની શાળા નં 5 સામે 3 માળની શાળા 2.94 કરોડમાં બનાવાશે.

હવે સર્કલ ડેવલપ કરવા પાલિકા ઓફર મંગાવશે
પાલિકા હવે સર્કલ ડેવલપ કરવા ઓફર મંગાવશે. જેનાથી નવી આવક ઉભી થશે. પહેલા પીપીપી ધોરણથી સર્કલો ડેવલપ કરાતા હતા. હવે સર્કલની સ્પોન્શરસીપમાં રોયલ્ટી પણ વસુલાશે. આ માટે કમિટી બનાવી છે. હાલમાં 10 સર્કલ માટે ઓફર કરનાર 22 સંસ્થાના પ્રેઝન્ટેશન જોવાયા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, કમીટી પસંદ કરે ત્યાર બાદ જ બીડ ખોલાશે. મહત્તમ ઓફર કરનાર એજન્સીને જ કામ સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...