તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઇકોસિસ:મ્યુકરના નવા 6 દર્દી દાખલ, એકેય મોત નહીં,11ની સર્જરી, સિવિલમાં 132 દર્દી હાલ સારવાર હેઠળ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોના બાદ મ્યુકરમાઇકોસીસે શહેર જિલ્લામાં માથું ઊંચક્યું છે ત્યારે શહેરની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેમાં મ્યુકરમાઇકોસિસના વધુ 6 દર્દી દાખલ થયા હતા. સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીને દાખલ કરાયા હતા અને 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરાયો હતો. સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 11 દર્દીની સર્જરી કરવામાં આવી હતી, જેમાં બે આંખ ઇએનટી, એક દાંતના વિભાગ અને એક આંખના વિભાગે મોટી સર્જરી કરી હતી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 132 દર્દી સારવાર લઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દી દાખલ થયા હતા અને 2 સર્જરી પણ કરવામાં આવી હતી જે પૈકી એક વ્યક્તિની આંખ દૂર કરવામાં આવી હતી.

સિવિલ તંત્ર મોતના સાચા આંકડા આપી રહ્યું નથી
સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરના દર્દીના મોત સિવાયની બધી માહિતી આપવામાં આવે છે પણ મોત બાબતે ખરો આંકડો સત્તાધીશો નથી આપી રહ્યા. સરકાર દ્વારા મ્યુકોરને મહામારી જાહેર કરાઈ છે ત્યારે તંત્રનું વલણ બેજવાબદાર છે.

કેટલા ઈન્જેક્શન અપાયા તેની કોઈ માહિતી નથી
મ્યુકરના ઇન્જેક્શનની કમી છે ત્યારે સરકાર સ્મીમેર હોસ્પિટલ મારફતે ખાનગી હોસ્પિટલને કેટલા ઇન્જેક્શન આપે છે એ બાબતે કોઈ માહિતી આપવામાં આવતી નથી.આવા સંજોગોમાં રોગની ગંભીરતા બાબતે લોકોને જાણકારી જ નથી.

અન્ય સમાચારો પણ છે...