કોરોના અપડેટ:અઠવા-વેસુના 3 વેપારી સહિત વધુ 6 કેસ, 7 દર્દીઓ સાજા થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણેય વેપારી ટેક્સટાઇલ બિઝનેસના

રવિવારે શહેરમાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં અઠવા ઝોનમાં જયપુરનો પ્રવાસ કરી આવેલા અઠવાલાઈન્સના 50 વર્ષીય વેપારી, વાસ્તુ લક્ઝરીયા ખાતે રહેતા 48 વર્ષીય વેપારી, વેસુ વિસ્તારમાં રહેતા અને રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં વેપાર કરતા 40 વર્ષીય કાપડના વેપારી તેમજ રાંદેર ઝોનમાં ભાઠા વિસ્તારમાં રહેતી 48 વર્ષીય ગૃહિણી, અડાજણ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા અને રાંદેર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સંક્રમીત થયા છે.

આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144182 થઈ ગઈ છે. રવિવારે એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2117 થયો છે. જ્યારે રવિવારે શહેરમાંથી 7 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142015 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 50 નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...