ભાંડો ફૂટ્યો:હ્યુન્ડાઈના શોરૂમનો કર્મચારી બુકિંગના નામે 6 લાખ લઈ છૂ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલક ગામે સેલ્સ કન્સલ્ટન્ટનો ભાંડો ફૂટ્યો
  • 23 ગ્રાહકો પાસેથી નવી કારના બુકિંગ લીધા

સરથાણા વાલક ગામે એમીનેન્ટ હ્યુન્ડાઈ શોરૂમમાં નોકરી કરતા કર્મચારીએ 23 ગ્રાહકો પાસેથી નવી કારના બુકિંગ માટે રૂ. 6.08 લાખની રકમ લઈ શોરૂમમાં જમા ન કરાવી બારોબાર ચાંઉ કરી ગયો હતો. કર્મચારી કોલ રિસીવ ન કરતા બે ગ્રાહકો શોરૂમ પર આવી ગયા હતા. જેમાં સેલ્સ કન્સલટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીનો ભાંડો ફુટી ગયો હતો.

આ અંગે સરથાણા પોલીસમાં શોરૂમના જનરલ મેનેજર લીનાઝ અશોક મહેતાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે એમીનેન્ટ હ્યુન્ડાઈ શોરૂમમાં સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતા ગૌરાંગ કાંતિલાલ કંથારીયા(રહે,શિવ શકિત, સાયણ રોડ, ઓલપાડ) સામે ઠગાઈનો ગુનો નોંધી તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ગૌરાંગ કંથારીયા વર્ષ 2021થી નોકરી કરતો હતો. 23 ગ્રાહકો પૈકી 14 ગ્રાહકોએે તો ક્રેટા કાર બુકિંગ માટે ગૌરાંગને રૂપિયા આપ્યા હતા. કર્મચારી ગૌરાંગએ 8મી જુન-22 થી 3 માર્ચ-23 સુધીમાં આ ભોપાળું કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...