​​​​​​​જાન્યુઆરીમાં લોકાર્પણ:જહાંગીરપુરા-સરોલી નવા બ્રિજ પર સપ્તાહ બાદ 6 ગર્ડર મૂકાશે

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 લેન બન્યાં પછી જૂનો બ્રિજ તોડાશે

સુરત-ઓલપાડ રોડના જહાંગીરપુરા - સરોલીને જોડતાં નવા રેલવે ઓવરબ્રિજ પર 6 ગર્ડર મુકવા પાલિકાએ વડોદરા રેલવે પાસે મંજૂરી માંગી હતી. જહાંગીરપુરા-સરોલીને જોડતાં જુના 2 લેન બ્રિજની જગ્યાએ 6 લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ 2019થી શરૂ કરાયું હતું. 30 મહિનાની મુદ્દતમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની શરતે શરૂ થયેલો આ પ્રોજેક્ટ વૈકલ્પિક ડાયવર્ઝન અને કોરોનાને લીધે અટવાયો હતો. જોકે પાલિકાએ આ જુના બ્રિજને ડિસ્ટર્બ કર્યાં વગર જ ડિઝાઇનમાં ફેરફાર કર્યાં હતાં.

જુના બ્રિજથી આશરે 20 મીટરના ગેપમાં નવા 3 લેનના બ્રિજનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. આશરે 60.68 કરોડના ખર્ચે નિર્માણ થનાર 6 લેન બ્રિજ પૈકી સુરતથી ઓલપાડ તરફની 3 લેનનું નિર્માણ છેલ્લા ચરણમાં છે. ત્યારે બ્રિજની નીચેથી જતી કૃભકોની ગુડ્ઝ ટ્રેન લાઇન પર કુલ 140 ટનના 30 મીટર લાંબા 6 ગર્ડર લોન્ચ કરવા પાલિકાએ વડોદરા રેલવે વિભાગ પાસે બ્લોકની મંજૂરી માગી છે. સંભવતઃ 29-30મીએ આ પ્રક્રિયા કરાશે. ઓલપાડ તરફ જતો 3 લેનનો એક ટ્રેક કમ્પ્લીટ થતાં જ જાન્યુઆરીમાં રેલવે ઓવરબ્રિજ જનતાને અર્પિત કરાશે. તે પછી જ હાલમાં હયાત જુના 2 લેનનો બ્રિજ ડિસમેન્ટલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...