તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળછાયું વાતાવરણ:દરિયાઇ પવનની પેટર્નથી 6 ફેબ્રુ. સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, 15 ફેબ્રુઆરી પછી ગરમી વધશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી દિવસમાં પવનની ગતિ વધશે ઠંડીથી રાહત

શહેરમાં ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનોની પેટર્ન બદલાતા શહેરીજનોને ઠંડીથી રાહત મળી છે. ઉત્તર ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સાથે પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઇ રહી છે. જેથી મધ્ય ભારત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં કાલથી ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં કમૌસમી વરસાદ પડવાની શક્યતા છે.

આ સિસ્ટમની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી જોવા મળશે. જેના કારણે 6 ફેબ્રુઆરી સુધી ધુમ્મસની સાથે વાદળછાયું વાતાવરણ સુરતમાં રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસનું તાપમાન સામાન્ય ઘટશે જ્યારે રાત્રિનું તાપમાન વધશે.

શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 65 ટકા અને સાંજે 42 ટકા રહ્યું હતું. પશ્ચિમ દિશાથી 4 કિ.મીની ગતિએ દરિયાઇ પવનો ફૂંકાઇ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઠંડીની ઋતુ વિદાય તરફ છે. 15 ફેબ્રુઆરી પછી ધીમેધીમે શહેરમાં ગરમીનો પ્રકોપ વધશે અને આ મહિનાના અંત સુધીમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન જતું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો