તાકીદ:શહેરમાં એક જ દિવસમાં 6 કોવિડ પોઝિટિવ નોંધાયા

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે રૂમ તૈયાર કરી ડેટા વિશ્લેષણ કરવા તાકીદ

શહેરમાં બુધવારે એક જ દિવસમાં વધુ છ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં રૂસ્તમપુરામાં રહેતા 40 વર્ષિય મહિલાને ત્રણ દિવસથી શરદી-ખાંસી હતી, વેસુમાં રહેતા 40 વર્ષિય યુવક છેલ્લા બે દિવસથી તાવની બિમારીમાં સપડાયો હતો, અડાજણમાં રહેતી 33 વર્ષિય મહિલાને પણ શરદી-ખાંસી અને તાવ આવતો હતો, કતારગામમાં રહેતા 26 વર્ષિય યુવકને પણ ત્રણ દિવસથી શરદી-ખાંસી હતી, વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર રહેતી 44 વર્ષિય મહિલા અને વેસુમાં રહેતા 70 વર્ષિય વૃદ્ધને પણ ત્રણ દિવસથી શરદી-ખાંસી અને તાવ આવતો હોય તમામના કોવિડના રિપોર્ટ કરવામાં આવતા તેઓને પોઝિટીવ આવ્યો હતો. મનપા દ્વારા તમામની સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવીને કોવિડ પોઝીટીવ દર્દિને આઇસોલેશન કરાયા હતા.

શહેરમાં છેલ્લા દસેક દિવસથી વાતાવરણના ઉતારચઢાવ વચ્ચે સિઝનલ ફ્લુની સાથે કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેને કારણે બુધવારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની અધિકારીઓ સાથેની બઠકમાં ઉધના-મગદલ્લા રોડ ખાતે આવેલા પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તાકીદના ધોરણે સેન્ટ્રલ ઇમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે, જેમાં દર્દીઓના ડેટાનું વિશ્લેષણ તેમજ મોનટરિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...