ગેરકાયદે ઘુસણખોરી કરતાં ઝડપાયા:સુરત રેલવે સ્ટેશન પરથી ડુપ્લિકેટ આધારકાર્ડ સાથે 6 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, 3 મહિલાઓનો સમાવેશ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે બોર્ડર પાર કરાવીને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. - Divya Bhaskar
ગેરકાયદે બોર્ડર પાર કરાવીને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
  • પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ પણ મળ્યા

પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. એટલુ જ નહી બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા છ લોકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ કબ્જે કરવામાં આવ્યાં છે.
આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ કબ્જે કરવામાં આવ્યાં છે.

પકડાયેલા પાસે વિઝા નહોતા
સુરત રેલ્વે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન સુરત રેલ્વે સ્ટેશન પર ત્રણ શંકાસ્પદ મહિલાઓ અને પુરુષો દેખાયા હતા. જેથી પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં છ લોકો બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ના હતા. આખરે છ લોકો ઘુસણખોરી કરીને આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હાલમાં આયન ત્રણ રસ્તા પાસે રહેતા અને મૂળ બાંગ્લાદેશી પરવેજ આઈબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુંન અનવર મૌલા, તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા તમામ પાસે પાસપોર્ટ કે વિઝા નહોતા
પકડાયેલા તમામ પાસે પાસપોર્ટ કે વિઝા નહોતા

બોગસ દસ્તાવેજ તૈયાર કરાયા
પોલીસ તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોનું ખોટુ આધાર કાર્ડ પણ બન્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. અને બારડોલી ઉપલીબજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર જાબીર ફિરોજ પટેલની પણ ધરપકડ કરી હતી. આવા ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય ચાર ઇસમોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

હજુ વધુ સંખ્યામાં આરોપીઓ પકડાયે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે
હજુ વધુ સંખ્યામાં આરોપીઓ પકડાયે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે

ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરી હતી
સુરત રેલ્વે સ્ટેશનથી 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી હતી. તેઓ પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા નથી. તેઓની પાસેથી ઇન્ડિયાના આધાર કાર્ડ મળી આવ્યા હતા. આધાર કાર્ડ જે પ્રોસેસથી કરાવવા પડે તે પ્રોસેસ ખોટી રીતે થઇ હોવાનું બહાર આવ્યું હતું. ખોટી રીતે આધાર કાર્ડ બનાવ્યા હતા. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મહિલાઓને પાર્લરમાં નોકરી અપાવવા તેમજ 25 હજારનો પગાર આપવાના બહાને અહી લાવવામાં આવી હતી. ત્રણેય મહિલાઓને દેહ વ્પાયારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે. આ ગુનામાં 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.