તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ ઝડપાયું:સુરતના કતારગામમાં મોડલિંગ કરતો યુવક ચલાવતો ક્લબ, તીન પતી રમતા 3 મહિલા સહિત 6 પકડાયાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુગાર રમનારી મહિલાઓ સહિતને પકડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
જુગાર રમનારી મહિલાઓ સહિતને પકડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • જુગારીઓ પાસેથી 1.77 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો

કોરોનાકાળ અગાઉથી બેકાર બની ગયલો અને મોડલિંગનું કામ કરતો યુવક કતારગામ વિસ્તારમાં જુગાર કલબ ચલાવતો હતો. પોલીસને બાતમી મળતાં જુગારધામ પર રેડ કરવામાં આવી હતી. જેમાં મોડલિંગનું કામ કરતો વિરલ રૂપારેલિયા તેની માતા અને જુગાર રમનાર 3 પરિણીતા સહિત છ જણા ઝડપાયા હતાં. તીન પતીનો જુગાર રમનાર તમામ પાસેથી રૂપિયા 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મોડલના ઘરમાં જ કલબ ચાલતી
કતારગામ સુમુલ ડેરી રોડ અલ્કાપુરી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા વિરલ કિરીટભાઈ રૂપારેલીયા મોડેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વિરલ રૂપારેલિયા તેની માતાની હાજરીમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલા સહિતના જુગારીઓને જુગાર રમવા માટે બોલાવતો હતો. દરમિયાન ગઈ કાલે સાંજે પણ વિરાટ રૂપારેલિયાના મકાનમાં જુગાર ખેલાઈ રહ્યો હતો. જેમાં મયુર બાબુભાઈ પ૨મા૨(૨હે.બંશી એપાર્ટમેન્ટ કલાકુંજ સોસાયટી,કાપોદ્રા), રાજેશ બોધાભાઈ કાતરિયા(રહે.મોતીનગર સોસાયટી,એલ.પી.સવાણી,સ્કુલની બાજુમાં વરાછા, વિજય કેશુ દડાણીયા(રહે.ઓમટાઉનશીપ પાસોદરાગામ),જુગાર રમી રહ્યા હતા. (મહત્વપૂર્ણ છે કે, દિવ્યભાસ્કર પાસે મહિલાઓના નામ છે પરંતુ સ્ત્રીઓની ગરીમાને હાનિ ન પહોંચે માટે લખ્યા નથી.)

રેડ કરીને મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવાયા
જુગારધામ અંગે કતારગામ પોલીસ મથકના પી.એસ.આઈ. પી.જી.ભુવાને બાતમી મળી હતી જેના આધારે પી.એસ.આઈ. ભુવાએ તેમના માણસો સાથે મોડલ વિરલ રૂપારેલિયાના મકાનમાં છાપો મારી તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા તમામ જુગારીઓ પાસેતી રૂ.82300, દાવ ઉપરના રૂ.2050, નાળ પેટેના રોક્ડા રૂ.1200, 6 મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ.1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ હે.કોન્સ્ટેબલ વારિસ અહેમદ ગુલામ સાદીક કરી રહ્યા છે.