સ્પીડી ટ્રાયલ હેઠળરાજ્યમાં છેલ્લાં 4 મહિનામાં મહિલા-બાળકો સાથેના રેપ અને હત્યાના 24 કેસમાં મોડી રાત સુધી ટ્રાયલ ચાલી સજાના ફટાફટ નિર્ણયો આવ્યા છે જેમાં 5 કેસમાં ફાંસી, 11માં આજીવન કેદ, 3માં 20 વર્ષની સજા અને 5માં 10 વર્ષની સજાના હુકમ કરાયા છે. કેટલાંક કેસમાં 8 જ દિવસમાં ચાર્જશીટ કરી 70 દિવસમાં ફાંસીની સજાના હુકમ કરાયો છે. સુરતમાં અત્યાર સુધી 8ને ફાંસીના આદેશ કરાયા છે. પીડીત-પરિવારોને કુલ 55 લાખ વળતર ચૂકવવાના પણ આદેશ કરાયા છે.
3 કેસમાં 20 વર્ષ અને 5માં 10 વર્ષની કેદ 8 દિવસમાં ચાર્જશીટ, 70 દિવસમાં ફાંસી અપાઈ, પીડિતોને કુલ 55 લાખનું વળતર
1 બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીનો હુકમ કરાયો, આરોપી સામે 10 જ દિવસમાં ચાર્જશીટ થઈ.
2 બાળકીના રેપ-હત્યાના કેસમાં આરોપી દિનેશ બૈંસાણેને ફાંસી અપાઇ, 13 જ દિવસમાં ચાર્જશીટ થઈ. પીડિત પરિવારને 15 લાખના વળતરનો હુકમ.બાળકીઓ પરના રેપ-હત્યામાં 10 અને 13 દિવસમાં ચાર્જશીટ કરી સજા અપાઈફાસ્ટ ટ્રેક કોર્ટના અભાવ વચ્ચે પણ સજાનો રેશિયો વધ્યો, પીડિતાઓને 55 લાખનું વળતર
3 માતા અને બાળકીની હત્યા ઉપરાંત બાળકી પર બળાત્કારના કેસમાં આરોપી હર્ષ ગુર્જરને ફાંસી અપાઈ, અન્ય એકને આજીવન કેદની સજા.
4 ચકચારી ગ્રીષ્મા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા થઈ, ગળા પર ચપ્પુ મૂકીને સરાજાહેર ગ્રીષ્માની હત્યા કરી દેવાઈ હતી.
ક્રાઇમ કંટ્રોલ થાય માટે સ્પીડી ટ્રાયલ ચલાવાય છે
ક્રાઇમ કાબૂમાં આવે તે માટે સ્પીડી ટ્રાયલ ચલાવાઈ રહી છે. આરોપીઓને સબક મળે અને ગુનાખોરી ઓછી થાય તે માટે પણ ઝડપથી સજા મળે તે જરૂરી છે. ગુનેગારોની માનસિકતા અગાઉ એવી હતી વર્ષો સુધી ટ્રાયલ ચાલશે. > નયન સુખડાવાલા, મુખ્ય સરકારી વકીલ, સુરત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.