કાર્યવાહી:નાર્કોટિક્સ, હત્યાના ગુુનામાં ફરાર 6 આરોપી ઓરિસ્સાથી ઝડપાયા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત પોલીસના ચોપડે આરોપીઓ 7થી 12 વર્ષથી ફરાર હતા

ગુજરાત એટીએસ અને સુરત પોલીસની એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી સુરત પોલીસના ચોપડે નાર્કોટિક્સ અને હત્યાના ગુનામાં નાસતા ફરતા છ આરોપીઓને ઓરિસ્સાથી ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસની એસઓજીની ટીમને સાથે સંકલન કરીને એક ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં વરાછા પીએસઆઇ પી.બી,જાડેજા અને લિંબાયત પીએસઆઇ એસ.એસ.મલિક તથા અલગ અલગ પોલીસ મથકના કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી.

ઓરિસ્સાના અલગ અલગ વિસ્તારમાં છાપો મારી લિંબાયત પોલીસ મથકના નાર્કોટિક્સના આરોપી સિમાંચલ ઉર્ફે કાલિયા ભજરામ પ્રધાન (રહે, ઓરિસ્સા)ને પકડી પાડ્યા હતો. આરોપી 9 વર્ષથી નાસતો ફરતો હતો. તેવી જ રીતે કતારગામ પોલીસના નાકોર્ટિક્સના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી સુભાષ રાઉત (રહે,ઓરિસ્સા),અમરોલી પોલીસમાં નાર્કોટિક્સના ગુનામાં 3 વર્ષથી ફરાર રાજુ ઉર્ફે રાજેન્દ્ર ભીકા બહેરા (રહે, ઓરિસ્સા), સરથાણા પોલીસના હત્યાના ગુનામાં 7 વર્ષથી નાસતા ફરતા બલરામ સરદીન બહેરા (રહે, રાનીપુર, તા. પલોસરા જિ.ગંજામ ઓરિસ્સા), લિંબાયત પોલીસમાં હત્યાના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા સંતાષ રધુનાથ બિશોઇ (રહે, બડા સાદરા તા. આસ્કા જિ. ગંજામ ઓરિસ્સા) અને ઉધના પોલીસમાં છેતરપિંડીના ગુનામાં 7 વર્ષથી નાસતા ફરતા જગદિશ જુગલકિશોર રાઉત (રહે, પરીગુડા ગામ પો.પોલુસરા જિ.ગંજામ ઓરિસ્સા)ને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...