તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસોટી:રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટીમાં 3737માં 593 છાત્રો ગેરહાજર

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાસ કરનારા છાત્રોને રૂ.1250 પ્રતિમાસ શિષ્યવૃત્તિ

રાજ્ય પરીક્ષા બોર્ડે રવિવારે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય પ્રતિભા શોધની કસોટી લીધી હતી. જેમાં 3737 વિદ્યાર્થીઓમાંથી 593 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા એટલે કે 3144 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષા 19 બિલ્ડિંગમાં કોવિડ-19ની ગાઇડ લાઇનને ધ્યાને રાખી લેવાઇ હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં 2055 વિદ્યાર્થીમાંથી 1756 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમના 1682 વિદ્યાર્થીમાંથી 1388 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

આમ, ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમ મળી 593 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. અહીં વાત એવી છે કે આ કસોટી પાસ કરનાર વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર શિષ્યવૃત્તિ આપશે એટલે ધોરણ-12 સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો દર માસે રૂ. 1250 શિષ્યવૃત્તિ અપાશે. તે પછી વિદ્યાર્થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે તો દર માસે રૂ. 2000 શિષ્યવૃત્તિ અપાશે અને ત્યાર બાદ વિદ્યાર્થી પીએચડીનો અભ્યાસ કરે છે તો પછી યુજીસીના નિયમ મુજબ શિષ્યવૃત્તિ અપાશે.

તજજ્ઞ કહે છે કે પેપર એક બૌદ્ધિક યોગ્યતાની કસોટીનું હોય છે તો પેપર બે શૈક્ષણિક યોગ્યતા કસોટીનું હોય છે. જો કે, પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો