તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સ્ટેશનની જરૂરિયાત અંગે ગંભીરતાથી પાલિકાએ કામગીરી હાથધરી છે અને સરથાણામાં નવા ફાયર સ્ટેશનની મંજૂરી અપાઇ હતી ત્યાર બાદ પાલનપુર, ડભોલી અને જહાંગીરપુરા એમ 5 ફાયર સ્ટેશન મંજુર થતાં નિર્માણકાર્ય જારી છે. ત્યારે વધુ એક ફાયર સ્ટેશન ઉધના રોડ નંબર-6 ખાતે બનાવવા તૈયારીઓ હાથ ધરાઇ છે અને તે માટે 4.86 કરોડનો ખર્ચ કરાશે.
આ નવા ફાયર સ્ટેશનો સાથે કુલ 23 ફાયર સ્ટેશનો થઈ જશે. પાંચ ફાયર સ્ટેશન માટે 555 ના સ્ટાફને પણ આગોતરી મંજૂરી આપી દેવામાં આવી હોય તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમાં, ફાયર મેન, ફાયર ઓફિસર, ડ્રાઈવર, માર્શલ માટે જગ્યા ભરવામાં આવી રહી છે.
90મીની ઉંચાઇએ રેસ્ક્યૂ માટે હવે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વસાવાશે
ફાયર બ્રિગેડના નવા ફાયર ફાઈટીંગ સાધનો સાથે ઉત્તરોત્તર વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. નવું ટર્નર ટેબલ લેડર પણ આવી ગયું છે સાથે હવે 90 મીટરની ઉચાંઈ પર 23 માળ સુધી જઈ રેસ્ક્યૂ ઓપરેશન થઈ શકે તેવી ક્ષમતા ધરાવતાં એક આધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ મેળવવા માટે પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
ડભોલીમાં 2 માસમાં તૈયાર થશે
ચિફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, શહેરમાં 5 ફાયર સ્ટેશનોના નિર્માણ કામગીરી જારી છે. જ્યારે ડભોલીમાં બની રહેલું આધુનિક ફાયર સ્ટેશનની કામગીરી બે મહિનામાં પૂર્ણ થઈ જશે.
મેનપાવર વધારવા કવાયત
પાલિકાના ફાયર બ્રિગેડમાં મેન પાવર વધારવા ક્વાયત જારી છે પરંતુ નવા ઉધના અને વરાછા ઝોન (સરથાણા) બન્યા છે તેમ છતાં હજી આ વિસ્તારના ફાયરના ડિવિઝનલ હેડની જગ્યા ખાલી જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.