સુરતમાં મેઘમહેર યથાવત:શહેર-જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા, ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં 55346 ક્યુસેક પાણીની આવક, સપાટી 1 ફૂટ વધી

સુરત3 મહિનો પહેલા
ભારે વરસાદ બાદ આજે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે.
  • ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ ગોરંભાયો છે

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ વરસાદી માહોલ ગોરંભાયો છે. ભારે વરસાદ પડ્યા બાદ રાત્રિના સમયે હળવા વરસાદી ઝાપટા પડ્યાં છે. સૌથી વધુ વરસાદ સુરતના મહુવા તાલુકામાં સવારના 10 વાગ્યા સુધીમાં 8 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 55346 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 1000 ક્યુસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે.

કામ ધંધે જતા લોકો છત્રી રેઈનકોટ લઈને જતા જોવા મળ્યાં હતાં
કામ ધંધે જતા લોકો છત્રી રેઈનકોટ લઈને જતા જોવા મળ્યાં હતાં

બફારો યથાવત
છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ ઠંડક જોઈએ તેટલી પ્રસરી નથી. જેથી શહેરીજનોને બફારો થઈ રહ્યો છે. બીજી તરફ બફારાને જોતા વધુ વરસાદ પડે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

હળવા વરસાદ વચ્ચે વાહનચાલકોને હેરાન થવાની ફરજ પડી હતી
હળવા વરસાદ વચ્ચે વાહનચાલકોને હેરાન થવાની ફરજ પડી હતી

ખેડૂતોમાં ખુશી
હળવા અને ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાવણી બાદ તથા ઉભા પાક માટે આ વરસાદ આશિર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. વળી વરસાદના પગલે ડેમમાં નવા પાણી અને નદી નાળાઓ વહેતા થઈ જતાં ખેડૂતોને વરસાદથી હરખ થઈ રહ્યો છે.

વરસાદના પગલે ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.
વરસાદના પગલે ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

ઉકાઈમાં આવક વધી
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પાણીની આવક વધી રહી છે. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈમાં 55346 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલ મારફતે 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે,જ્યારે હાલ ડેમની સપાટી 316.38 ફૂટ છે.

અન્ય સમાચારો પણ છે...