તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સુરતના અમરોલીમાં જ્વેલર્સની દુકાનમાંથી 5.51 લાખની ચોરી, રોકડ અને દાગીનાની ચોરી CCTVમાં કેદ

સુરત4 મહિનો પહેલા
જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર તસ્કર CCTVમાં કેદ થઈ ગયો હતો.
  • રાત્રિના સમયે થયેલી ચોરીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

અમરોલી છાપરાભાઠા ચોકડી બાપા સીતારામ મંઢુલીની સામે સંતક્રુપા સોસાયટીમાં આવેલ શ્રી ચામુંડા જવેલર્સ નામની દુકાનને તસ્કરો નિશાન બનાવી રોકડા 1 લાખ તેમજ દાગીના મળી કુલ રૂપીયા 5.51 લાખના મતાની ચોરી નાસી જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નકુચો તોડીને તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી હતી.
નકુચો તોડીને તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી હતી.

નકુચો તોડી ચોરી કરી
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ છાપરાભાઠા સ્ટાર ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા મૂળ ભરૂચના લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ કેશવભાઈ મીર (ઉ.વ.24) છાપરાભાઠા ચોકડી બાપા સીતારામ મંઢુલીની સામે સંતક્રુપા સોસાયટીમાં શ્રી ચામુંડા જવલેર્સના નામે સોના ચાંદીની દુકાન ધરાવે છે. સોમવારે રાત્રે દસ વાગ્યાથી મંગળવારે સવારે આઠ વાગ્યાના સમયગાળામાં લાલજીભાઈની જવેલર્સની દુકાનનું કોઈ અજાણ્યાઓએ નકુચો તોડી અંદર ઘુસ્યા હતા. અજાણ્યા તસ્કરોએ દુકાનમાંથી રોકડા 1.11 લાખની નવા દાગીના તેમજ ગ્રાહકના રિપેરીંગના દાગીના મળી કુલ રૂપિયા 5.51 લાખની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે લાલજીભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવા અને રિપેરીંગના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી.
નવા અને રિપેરીંગના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી.

જાણભેદુ હોવાની આશંકા
તસ્કરોએ ચામુંડા જ્વેલર્સ નો લખીને અંદર પ્રવેશી સોના-ચાંદીના તમામ દાગીનાની ચોરી કરી હતી. ચોર ખૂબ જ સિફતપૂર્વક જ્વેલરી ની દુકાન માં પ્રવેશે છે અને જરા પણ ડર વગર દુકાનમાં સોના-ચાંદીના નથી તમામ આભૂષણોને લઇને ફરાર થઇ ગયો ચામુંડા જ્વેલર્સના માલિક જ્યારે સવારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું ત્યારે જોયું તો આખી દુકાન તમામ દાગીનાની ચોરી થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું જ્વેલર્સના માલિક એ દુકાન માં લાગેલા CCTV ફૂટેજ એ નિહાળ્યા હતા જેમાં ચોર એક બાદ એક દાગીનાઓ ને પોતાની બેગમાં નાખીને ફરાર થતા નજરે પડ્યો હતો.CCTV ફૂટેજના આધારે મકાનમાલિકને કોઈ જાણભેદુ શખ્સ દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી શંકા છે.