ચોરી:રક્તદાનમાં ગયેલા વેપારીની કારમાંથી 55 હજાર ચોરાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટા વરાછામાં રક્તદાન કેમ્પમાં ભાગ લેવા ગયેલા વેપારીની કારમાંથી અજાવ્યો ચોર રોકડ રૂપિયા અને આઇપેડ મળીને રૂ.55 હજારની મત્તાની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે.

પાસોદરા પાટિયા વિક્ટોરિયા ટાઉનશિપમાં રહેતા કરૂણેશ રાણપરીયા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુરૂવારે તેમના મિત્ર દ્વારા મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલા નિધી રેસિડેન્સીમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હરતો જેથી તેઓ મિત્રો સાથે પોતાની કારમાં ત્યાં ગયા હતા. તેમણે પોતાની કાર સુમેર શોપિંગ કોમ્પલેક્ષ પાસે પાર્ક કરી હતી. દરમિયાનમાં અજાણ્યા ચોરે તેમની કારનો દરવાજો ખોલી અંદર મૂકેલા રોકડા રૂ.40 હજાર તથા રૂ.15 હજારની કિંમતનું આઇપેડની ચોરી કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...