ભાસ્કર એક્સક્લૂસિવ:આખા હજીરા ગામમાં સિંગોતર માતાની આરતી સંભળાય તે માટે ગામમાં 55 સ્પીકર લગાવાયાં

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડની બાજુ પર લાગેલા સ્પીકર - Divya Bhaskar
રોડની બાજુ પર લાગેલા સ્પીકર
  • 450 વર્ષ જૂના મંદિરની આરતીનો નાદ આખા ગામમાં ગૂંજે છે

દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી માટે આખા ગામમાં લાઉડ સ્પીકર લાગ્યા છે. હજીરા ગ્રામ પંચાયતે રોડ પર ઠેર ઠેર 55 લાઉડ સ્પીકર મૂક્યા છે. સાંજે ગામમાં પ્રવેશતાં જ ભક્તિભાવ ભર્યા માહોલની અનુભુતિ થાય છે. અહીં 450 વર્ષ જૂનું સિંગોતર આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર આવ્યું છે. આ પાવન ધામના દર્શન કરતાં અલૌકિક અનુભૂતિ જરૂર થશે. અહિં 500 વર્ષ જૂનો ઘટાદાર વડલો પણ છે તેની છાયામાં 4 સદી અગાઉ માતાજી સ્વયંભૂ પ્રગટ્યા હતા.

દરિયામાંથી માતાજીની મૂર્તિ મળતાં દરિયા પાસે જ મંદિરની સ્થાપના થઈ હતી. ઘણા ભક્તો તેમને વહાણવટી માતા તરીકે પણ ઓળખે છે. ગામ લોકોની ઘણી આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. જોકે, હજીરા ગામને મહાકાય ઇન્ડસ્ટ્રીઓ ગળી રહી છે. પ્રદૂષણ, રોજગારી સહિતના પ્રશ્ને 15 ટકા લોકો બાપદાદાનું ઘર છોડી સુરત સહિતના વિસ્તારોમાં જતાં રહ્યાં છે પરંતુ પૌરાણિક મંદિર સાથે જોડાયેલી આસ્થાએ વાર-તહેવારે માતાજીના દર્શન કરવા તેઓ અચૂક આવે છે. અહીં બાબરી લેવાય છે અને બાધા પણ ઉતારાઈ રહી છે.

ઘણા સમયથી માતાજીના ભક્તોની માંગ હોવાથી ગ્રામ પંચાયતે સ્પીકરો લગાવ્યાં
પંચાયતે માતાજીની આરતી સમગ્ર ગામમાં સંભળાઇ તે માટે 55 ઠેકાણે લાઉડ સ્પીકર મૂકતાં રોજ સાંજે 6 વાગ્યા બાદ આરતી સંભળાઇ છે. લોકોની માંગ હતી કે આખા ગામમાં આરતી સંભળાય તેવી વ્યવસ્થા થવી જોઈએ જેથી પંચાયતે લાઉડ સ્પિકરો લગાડ્યા છે.’ > પિનાક મોદી, તલાટી

અન્ય સમાચારો પણ છે...