ગુનાખોરીનું પ્રમાણ ઘટયું:સુરતમાં ઠેક-ઠેકાણે પોલીસ સાથે આર્મી અને SRPના ચેકિંગથી 15 દિવસમાં ગુનાખોરીમાં 55 ટકાનો ઘટાડો

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પાસા, તડીપાર, વોન્ટેડ સહિતના આરોપીઓને પકડી-પકડીને જેલના પાંજરે પૂર્યા

વિધાનસભાની ચૂંટણીને પગલે શહેરમાં પોલીસની સાથે આર્મી અને એસઆરપી જવાનો જોવા મળી રહયા છે. રસ્તાઓ પર તેમજ ચેક પોસ્ટ પોલીસની હાજરીના કારણે ગુનાખોરીમાં મોટો તફાવત જોવા મળી રહયો છે. ગત મહિના કરતા આ મહિનામાં ગુનાખોરીમાં 55 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

પોલીસે 15 દિવસમાં અટકાયતી પગલા, પાસા, તડીપાર, વોન્ટેડ આરોપી સહિત 14539 આરોપીઓની ધરપકડ કરી છે. પહેલી નવેમ્બરથી 16મી નવેમ્બર સુધી 189 ગુનાઓ બન્યા છે. પહેલી ઓકટોબરથી 16મી ઓકટોબર સુધીમાં 244 ગુનાઓ બન્યા છે. પોલીસે આરોપીઓને તડીપાર ,બૂટલેગરોને પાસા હેઠળ અટકાયત કરતાં ગુનાખોરીનું પ્રમાણ ઘટયું છે.

ગુનાખોરીની સાથે શહેરમાં આપઘાતના બનાવોમાં 40 ટકા ઘટાડો નોંધાયો
શહેરમાં આપઘાતના બનાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઓકટોબર મહિનામાં શરૂઆતના 15 દિવસમાં 52 લોકોએ આપઘાત કર્યો હતો. જયારે નવેમ્બરના શરૂઆતના 15 દિવસમાં 31 જણાએ આપઘાત કર્યો છે. ઈલેકશન આવતા આપઘાતમાં પણ 40 ટકાનો ઘટાડો આવ્યો છે.

15 દિવસમાં 14539 આરોપીની ધરપકડ

50

તડીપાર

25પાસા
907

પ્રોહિબિશન

13439

અટકાયતી

67 આંતરરાજ્ય ફરાર આરોપી અને 51 સ્થાનીક અને રાજ્ય ફરાર આરોપી

આ ગુનાઓમાં ઘટાડો નોંધાયો

તા. 1થી 16ઓક્ટો.નવે.
હત્યા83
હત્યાની કોશિશ42
અપહરણ1716
મારામારી3918
છેડતી41
બળાત્કાર24
ચોરી2413
ખંડણી40
મોબાઇલ સ્નેચીંગ189
વાહનચોરી4132

અન્ય સમાચારો પણ છે...