વિશ્વાસઘાત:સુરતમાં અભિષેક ટેક્ષટાઇલ માર્કેટના વેપારીઓ સાથે કલકત્તાના ચાર વેપારીઓની રૂપિયા 55.14 લાખની છેતરપિંડી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • એક જ વેપારીની જુદી જુદી પેઢીમાંથી કાપડનો જથ્થો લઈ છેતરપિંડી આચરી

સુરતમાં રીંગરોડની અભિષેક ટેક્ષટાઇલ માર્કેટના સાત વેપારીઓને કોલકોતાના ચાર વેપારીઓ રૂપિયા 55.14 લાખનો સાડીનો જથ્થો લઈ રૂપિયા નહીં ચૂકવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે વર્ષમાં ચારેય વેપારીઓએ અલગ અલગ સમયે એક જ વેપારીની જુદી જુદી પેઢીમાંથી કાપડનો જથ્થો લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાપડ માર્કેટના વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા વધુ ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાતા વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ટાટીયા તોડી નાખવાની ધમકી આપતા
કિરણ અંબાલાલ બાપના (ઉ.વ.46, ધંધો-વેપાર રહેવાસી-એક ફલેટ નંબર-104 પહેલા માળે નંદનવન-ર બાલાજી વીલા પાસે વી.આઇ.પી. રોડ વેસુ સુરત) એ જણાવ્યું હતું કે તેઓ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રીંગરોડની અભિષેક માર્કેટમાં સુમંગલ સાડી ના નામથી દુકાન દુકાન ધરાવે છે. કોલકોતાના ચાર વેપારીઓએ (1) સુનિલ ચાદક તે રોહિત ટેક્ષટાઇલ એજન્સીના પ્રોપ્રાઇટર/દલાલ ઠેકાણુ-203/1 રૂમ નંબર-435 છઠ્ઠો માળ મહાત્મા ગાંધી રોડ કોલકોત્તા-7 (2) અરમેન્દ્રસિંહ તે લક્ષ્મી સાડીના પ્રોપ્રાઇટર ઠેકાણુ-160 ગ્રાઉન્ડ ફ્લોર જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબી કટરા કલકત્તા-7 (3) રાહુલસિંહ તે રાઘવ ટેક્ષટાઇલના પ્રોપ્રાઇટર ઠેકાણુ-160 ગ્રાઉન્ડ ફ્લોર જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબી કટરા કલકત્તા-7 (4) મુરલી સાહુ તે શિવ દુર્ગા ટેક્ષટાઇલ ના પ્રોપ્રાઇટર ઠેકાણુ-196 પહેલો માળ જમુનાલાલ બજાર સ્ટ્રીટ બિલાસરાય કટરા કલકત્તા-7 એ બે વર્ષમાં શુ મંગલમ સાડીની દુકાનમાંથી અલગ અલગ ચલણથી રૂપિયા 55.14 લાખનો સાડીનો જથ્થો લઈ રૂપિયા ચૂકવણી સમયે હાથ અધ્ધર કરી લીધા હતા. એટલું જ નહીં પણ ઉઘરાણી કરતા હવે ઉઘરાણીએ આવ્યા છો કે ફોન કર્યો છે તો ટાટીયા તોડી નાખીશું એવી ધમકી આપતા આખરે પોલીસ સ્ટેશનના ધવાર ખખડાવવાની ફરજ પડી છે.

અનેક વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી પડી
વધુમાં જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ સુનિલ ચાંદક, અરમેન્દ્રસિંહ, રાહુલસિંહ, મુરલી સાહુ, નાઓએ ગુનાહિત કાવત્રુ રચી અમોને તેમજ બીજા વેપારીઓને વિશ્વાસ તેમજ ભરોસો આપી પ્રથમથી જ છેતરપિંડી કરવાના ઇરાદે અમારી સુમંગલ સાડીમાંથી માલ ખરીદ કર્યો હોવાનું સામે આવ્યું છે. રૂપિયા 34,97,867 મળી કુલ્લે રૂપિયા 55,14,154ની રકમનો સાડીનો માલ ખરીદ કરી પેમેન્ટ ન ચુકવતા અનેક વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી પડી છે.

વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો
આરોપી અરમેન્દ્રસિંહની (લક્ષ્મી સાડીના પ્રોપાઈટર) રૂપિયા 9,44,676ની છેતરપિંડી, રાહુલસિંહની (રાઘવ ટેક્ષટાઇલમાં) રૂપિયા 1,09,700ની છેતરપિંડી, મુરલી સાહુ (શિવ દુર્ગા ટેક્ષટાઇલ) રૂપિયા 9,61,911ની છેતરપિંડી મળી કુલ્લે રૂપિયા 20,16,287 સાડીનો માલ ખરીદી છેતરપિંડી કરી છે. હાલ સલાબતપુરા પોલીસે રૂપિયા 55.14 લાખની રકમનો સાડીનો માલ લઈ રૂપિયા નહીં ચૂકવનાર કલકત્તાના વેપારીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.