કાર્યવાહી:ઉધના મગદલ્લા રોડના વેપારી સાથે 53.24 લાખની છેતરપિંડી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઈનો વેપારી માલ લઈ રૂપિયા ચાઉં કરી નાસી ગયો

ઉધના મગદલ્લા રોડના કાપડના વેપારી પાસેથી મુંબઈના વેપારીએ 72 લાખનો કાપડનો માલ લઈ 18.76 લાખની રકમ આપી બાકીના 53.24 લાખ અઠવાડિયામાં આપવાનો વાયદો કરી નાણા ઓહયા કરી જતા મામલો ક્રાઇમબ્રાંચમાં પહોંચ્યો છે. ક્રાઇમબ્રાંચમાં કાપડના વેપારી જીગ્નેશ ક્રિષ્નાકાંત પંડીતે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મુંબઈ બોરીવલ્લીના વેપારી ભરત હીરા ઢીલા સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. ઉધના મગદલ્લા રોડના વેપારી જીગ્નેશનો મુંબઈના વેપારીએ સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો.

મુંબઈના વેપારીએ સુરતમાં ઘણા વેપારીઓ સાથે ધંધો કરતો હોવાની વાત કરી હતી એટલું જ નહી કાપડના માલનું પેમેન્ટ 7 દિવસમાં આપવાનો વાયદો કર્યો હતો. આથી વેપારીએ મુંબઈના વેપારી પર વિશ્વાસ મુકી 3-8-21 થી 28-8-21 સુધીમાં અલગ અલગ ફર્મમાંથી 72 લાખનો કાપડનો માલ ક્રેડિટ પર આપ્યો હતો. જે પૈકી મુંબઈના વેપારીએ ઓનલાઇન 18.76 લાખની રકમ આપી બાકીની 53.24 લાખની ચાઉં કરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...