• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 53 Thousand Cars, 5.26 Lakh Bikes, 22 Thousand Rickshaws, 13 Thousand Trucks And 1258 Buses Registered In Surat City Will Be Scrapped.

સ્ક્રેપ પોલિસી:સુરત શહેરમાં નોંધાયેલી 53 હજાર કાર, 5.26 લાખ બાઈક, 22 હજાર રિક્ષા, 13 હજાર ટ્રક અને 1258 બસ સ્ક્રેપ થઈ જશે

સુરત5 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
ગુજરાતનાં ચારથી પાંચ સ્થળો પર ભંગારવાડા બનાવાશે. - Divya Bhaskar
ગુજરાતનાં ચારથી પાંચ સ્થળો પર ભંગારવાડા બનાવાશે.
  • આરટીઓમાંથી મળેલા ચોકાંવનારા આંકડા : 36 ટકા ખાનગી અને 18 ટકા વ્યાપારિક વાહનો સ્ક્રેપમાં જશે
  • તમામ વાહનોમાં સૌથી વધારે 57.57 ટકા ટેન્કરો સ્ક્રેપ કરાશે

કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ સુરતમાં નોંધાયેલી 20 વર્ષ કે તેથી જૂની 52,995 કાર સ્ક્રેપમાં જશે. આ જ રીતે 526076 બાઇક,13026 ટ્રક, 1258 બસ અને 1213 મેક્ષી ટેક્ષી પણ સ્ક્રેપમાં જશે. આટલું જ નહિ પણ 103 પોલીસવાન પણ સ્ક્રેપમાં જશે.

આરટીઓમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે, 57.57 ટકા ટેન્કર, 22.21 ટકા સ્કૂલ બસ, 30.51 ટકા રીક્ષા અને અન્ય વાહનો મળી કુલ 36.74 ટકા વ્યાપારિક અને 18.22 ટકા ખાનગી વાહનો સ્ક્રેપમાં જશે. વર્ષ 1961થી વર્ષ 2021 દરમિયાન આરટીઓમાં નોંધાયેલા વાહનોના આધારે સંભવિત સ્ક્રેપના આંકડા કાઢવામાં આવ્યા છે.

10 વર્ષમાં 25 હજાર રજિસ્ટ્રેશન રદ કરાયાં
સુરત આરટીઓમાં નોંધાયેલા વાહનોની સામે આવરદા પુરી થતાં રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા આવનારા વાહનોની સંખ્યા ખૂબ ઓછી છે. છેલ્લા 10 વર્ષમાં અંદાજીત 25 હજાર જેટલાં વાહનોના જ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યા છે. આ રીતે મોટે ભાગે સરકારી અને ટ્રાન્સપોર્ટ વાહનોના રજિસ્ટ્રેશન કેન્સલ થતા હોય છે. જોકે તેમ છતાં માસમા ખાતે બનાવવામાં આવેલા ઓટોમેટિક ફિટનેસ સેન્ટરમાં રોજ 200 જેટલા હેવી વાહનો ફિટનેસ ટેસ્ટ આપી પાસ-નપાસનું સર્ટિફિકેટ મેળવી રહ્યા હોવાનું આરટીઓ અધિકારીનું કહેવું છે.

માલિકને નવા વાહનના રોડ ટેક્સમાં 25% રાહત
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસી અમલીકરણ થયા બાદ જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે અલગથી ભંગારવાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢનારા લોકોને પ્રમાણપત્ર ઉપર નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. કોમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15 ટકાની રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે એવું આરટીઓના સૂત્રોનું કહેવું હતું.

કોમર્શિયલકુલ વાહનો2006 પછીનાસ્ક્રેપ કરાશેટકા
ટ્રક24315112891302653.57
ટેન્કર154216542887957.57
બસ24151157125852.09
મેક્ષી-ટેક્ષી128491163612139.44
સ્કૂલ બસ1607125035722.21
પોલીસવાન2009710351.5
એમ્બ્યુલન્સ100270329929.84
રીક્ષા73425510222240330.51
જીપ2245313449900440.1
ટ્રેલર1921512191702436.55
અન્ય117144690302125.78
કુલ1846161140266784536.74
ખાનગીકુલ વાહનો2001 પછીનાસ્ક્રેપ કરાશેટકા
કાર4862334332385299510.89
બાઈક24,23,846189777052607621.7
મોપેડ32597632480245141.38
ટ્રેકટર31204192341197038.36
કુલ3267259267504459555518.22
અન્ય સમાચારો પણ છે...